ફ્રાંસઃ પેરિસ, લંડન અને યૂરોપના તમામ વિસ્તારોમાં ભીષણ ગરમીથી અત્યારે લોકો પરેશાન છે. સ્થિતી એ છે કે તાપમાન અહીંયા નવો રેકોર્ડ બનાવી રહ્યું છે અને લુ લોકોને પરેશાન કરી રહી છે. ફ્રાંસમાં તો ગરમીએ છેલ્લા 7દશકનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
જળવાયુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે દુનિયાના ઘણા ભાગોમાં આ સ્થિતી હવે સામાન્ય રીતે હોઈ શકે છે. પરંતુ યૂરોપમાં કે જ્યાં વાતાનુકૂલનનો પ્રયોગ ઓછો જોવા મળી રહ્યો છે ત્યાં લોકો અત્યારે ગરમીથી પરેશાન છે. ત્યારે આવામાં પર્યક સાર્વજનિક ફૂવારાઓ નીચે રાહત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો અધિકારી અને સ્વયંસેવી ભીષણ ગરમીના આ સમયમાં વૃદ્ધો, બીમારો, અને બેઘરોની મદદ કરતા દેખાઈ રહ્યા છે. બ્રિટન અને ફ્રાંસમાં ટ્રેન સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે અને ફ્રેંચ અધિકારીઓએ યાત્રીઓને ઘરમા રહેવા અનુરોધ કર્યો છે.ગરમી અત્યારે યૂરોપમાં રેકોર્ડ તોડી રહી છે. પેરિસમાં ગઈકાલે તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે જે 1947માં નોંધાયેલા 40.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી વધારે છે. અધિકારીઓએ કહ્યું કે ઉત્તરી આફ્રીકાથી આવી રહેલા ગરમ પવનો પણ તાપમાન વધારી રહ્યા છે. લંડનમાં 39 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે.
જર્મની નેધરલેન્ડ્સ, લક્ઝમબર્ગ અને સ્વિટઝર્લેન્ડમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસની પાર જઈ શકે છે. બેલ્જિયમમાં પણ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. અહીંયા મિટિયોરોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટમાં મુખ્ય પૂર્વાનુમાનકર્તા ડેવિડ ડેહેનાવુએ ગુરુવારના રોજ પૂર્વી શહેર લેગેમાં એક દિવસ પહેલા અધિકતમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્લિયસ નોંધવામાં આવ્યું છે. આ 1833 થી નોંધવામાં આવેલા તાપમાનના આંકડાઓમાં સૌથી વધારે છે.