અમેરિકાના મોલમાં ગોળીબાર; એકનું મરણ, 3 જખ્મી

એલ પેસો (ટેક્સાસ, અમેરિકા): અહીંના સીએલો વિસ્ટા મોલમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મરણ થયું છે અને બીજા ત્રણ જણ ઘાયલ થયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે એક જણને પકડ્યો છે. પોલીસે તેની પાસેથી શસ્ત્ર પણ કબજે કર્યું છે. પોલીસે વધુ વિગત જણાવી નથી.

સીએલો વિસ્ટા મોલની બાજુમાં જ વોલ્માર્ટ સ્ટોર આવેલો છે, જ્યાં 2019ની 3 ઓગસ્ટે એક બંદૂકધારીએ બેફામ ગોળીબાર કરતાં 23 જણ માર્યા ગયા હતા.