ચીની બલૂનઃ અમેરિકી સંસ્થાઓને ચીનની જવાબી કાર્યવાહીની ચેતવણી

બીજિંગઃ ચીને બુધવારે કહ્યું હતું કે એ અમેરિકાના પૂર્વના તટ પર સંદિગ્ધ ચીની જાસૂસી બલૂનને તોડી પાડવાને મામલે અમેરિકી સંસ્થાઓની સામે જવાબી કાર્યવાહી કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેનબિને દૈનિક સંવાદદાતા સંમેલનમાં એ વિશે વિગતવાર માહિતી નહોતી આપવામાં આવી. તેમણે એ પણ નહોતું જણાવ્યું તે કઈ સંસ્થાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ચીનનું કહેવું હતું કે બલૂન એક માનવરહિત મોસમ એરશિપ હતું, જેને ભૂલથી ઉડાવી દેવામાં આવ્યું હતું અને US F-22 ફાઇટર જેટથી છોડવામાં આવેલી મિસાઇલથી એને તોડી પાડવામાં આવ્યું હતું.

વાંગે બુધવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ચીન એનો દ્રઢતાથી વિરોધ કરશે. ચીનની અખંડિતતા અને સુરક્ષાને નિશાન બનાવનારી અમેરિકાની સંબંધિત સંસ્થાઓની સામે કાયદાનુસાર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. બલૂન તોડી પાડવામાં આવ્યા પછી અમેરિકાએ છ ચીની સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનું કહેવું હતું કે આ સંસ્થા ચીનના એરોસ્પેસ કાર્યક્રમથી જોડાયેલી છે.  

અમેરિકાની સંસદમાં ચીનની ટીકા કરવા માટે સભ્યોએ સર્વસંમતિથી મતદાન કર્યું હતું. રાજ્યના સચિવ એન્ટની બ્લિકેને બીજિંગની યાત્રા રદ કરી હતી, જેનાથી અપેક્ષા હતી કે વેપાર વિવાદ, હ્યુમન રાઇટ્સ, તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનના દાવાનું નિરાકરણ લાવવામાં આવનાર હતું. ચીને એ વાતનો ઇનકાર કર્યો હતો કે બલૂન એ સીની સેનાની સંપત્તિ હતી. ચીને અત્યાર સુધી એ પણ નથી કહ્યું કે કયા સરકારી વિભાગ અને કંપનીની જવાબદારી હતી.