સિઓલઃ ઉત્તર કોરિયાએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનની પ્રશંસા કરી છે કે જેમાં તેમણે કહ્યું હતું કે પ્યોંગયાંગ સાથે પરમાણુ સંવાદની ‘નવી પદ્ધતિ’ અપનાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી બે વાર મળી ચૂક્યાં છે, પરંતુ પરમાણુ મુદ્દા પર ખાસ પ્રગતિ થઈ શકી નથી.
બંને દેશ વચ્ચે કેટલાક આ મુદ્દા પર મહિનાઓથી કોઈ સમજૂતી થઈ નથી.વાતચીત પ્રતિબંધોમાં રાહત અને નિઃશસ્ત્રીકરણના મુદ્દાઓ પર અટકી પડી છે. ઉત્તર કોરિયાના રાજદ્વારી કિમ મ્યોંગ ગિલે શુક્રવારે એક નિવેદન જારી કરીને ટ્રમ્પના જ્હોન બોલ્ટનને એનએસએ પદ પરથી દૂર કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે યુએસ સાથે વાટાઘાટો ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
પ્યોંગયાંગ સતત એમ જણાવતું રહ્યું છે કે ફેબ્રુઆરીમાં યોજાયેલી કિમ અને ટ્રમ્પ વચ્ચેની બેઠકની નિષ્ફળતાના પગલે અમેરિકાએ પોતાના વલણ પર ફરીથી વિચાર કરવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે બોલ્ટનને પદ પરથી હટાવતાં કહ્યું હતું કે ઘણાં કિસ્સાઓમાં બંનેના મંતવ્ય મેળ ખાતાં નથી. બુધવારે તેમણે ‘લિબિયા મોડેલ’ અનુસાર એકતરફી પરમાણુ નિarશસ્ત્રીકરણની હિમાયત કરવા માટે ઉત્તર કોરિયાની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, સંભવત: નવી પદ્ધતિ શ્રેષ્ઠ હશે.