હેરાક્લિઅનઃ ઈજીપ્તના હેરાક્લિઅન શહેરમાં સમુદ્રની અંદર સદીઓ જૂનું મંદિર અને બીજા ઘણાં પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વની સામગ્રી મળી આવી છે. યૂરોપમાં અને મિસ્ત્રના પુરાતત્વવિદોએ આ મંદિર અને પ્રાચીન સભ્યતા સાથે જોડાયેલી વસ્તુઓની શોધ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર શોધ ટીમને મંદિરના કેટલાક અવશેષ સાથે જૂના તાંબાના સિક્કા અને કેટલીક મૂર્તીઓ મળી આવી છે. હેરાક્લિઅન શહેરની શોધ 2001માં કરવામાં આવી હતી.
પુરાતત્વ વિભાગની ટીમનું કહેવું છે કે આ પ્રાચીન શહેરના વધારે અવશેષ મામલે કોઈ વિશેષ જાણકારી નથી. અમને અત્યારસુધી પ્રાચીન સભ્યતામાં સમુદ્ર કિનારે વસેલા આ પ્રમુખ પોર્ટ શહેર મામલે જાણકારી નથી મળી શકી.
ફોટોક્રેડિટઃ હિલ્ટી ફાઉન્ડેશન-ક્રિસ્ટોફ ગેરિક
પાણીની અંદર દેખાયેલા અવશેષ બાદ હવે પુરાતત્વ વિશેષજ્ઞોની ટીમે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.શોધ ટીમનું કહેવું છે કે સમુદ્રની અંદરથી ગ્રીક મંદિરના અવશેષ મળ્યાં છે.
આ સાથે જ ઘણી હોડી પણ મળી છે અને કેટલીક જ્વેલરી અને સિક્કાઓ પણ અમારી ટીમને મળ્યા છે. કિંગ પટોલિમે II ના સમયના તાંબા અને કેટલીક ફૂલદાનીઓ જેવી વસ્તુઓ મળી છે. માનવામાં આવી રહ્યું છે કે એક પ્રમુખ ગ્રીક શૈલીના મંદિર સાથે એક નાનું મંદીર પણ મળ્યું છે. મંદિર ઈસ.પૂર્વની ચોથી સદીનું માનવામાં આવી રહ્યું છે.
સંશોધન કરનારી ટીમે મિશનમાં મળેલી વસ્તુઓની જાણકારી આપતા જણાવ્યું કે સોનાની જ્વેલરી, ચાંદી અને
ફોટોક્રેડિટઃ હિલ્ટી ફાઉન્ડેશન-ક્રિસ્ટોફ ગેરિક
પીત્તળના વિભિન્ન ધાર્મિક કાર્યોમાં પ્રયોગ થનારી કલાત્મક વસ્તુઓ અને ધાતુઓના કેટલાક ઉપકરણ મળ્યાં છે.