પુરુષની બોડી પર મળ્યું મહિલાનું માથું, અંગદાન કેન્દ્રની ખોફનાક તસવીર…

નવી દિલ્હીઃ એક અંગદાન કેન્દ્રના ડરામણા ફોટોગ્રાફ્સ સામે આવ્યાં છે. તપાસ અધિકારીઓએ કેન્દ્ર પર જ્યારે છાપો માર્યો તો માનવ અંગોની તસ્કરીના પણ ઘણાં સબૂતો હાથ લાગ્યાં. આ મામલો અમેરિકાના એરિઝોનાના બાયોલોજિકલ રિસોર્સ સેન્ટરનો છે.

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014 માં એરિઝોના રિસોર્સ સેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. અમેરિકાના ઘણા રાજ્યોએ એક સાથે ટ્રાફિકિંગ અને માનવ અંગોને વેચવાના મામલાઓની તપાસ કરી હતી.

રેડ દરમિયાન એક મહિલાના શરીર પર પુરુષનું માથુ લાગેલું મળી આવ્યું હતું. કેસ દરમિયાન જમા કરવામાં આવેલા કાગળોથી ઘણા ખુલાસા થયા છે. એફબીઆઈ એજન્ટે જણાવ્યું કે સેન્ટરમાં ડબ્બાઓમાં લોકોના અંગ જમા કરીને રાખવામાં આવ્યા હતા અને તેમના પર ઓળખ ચિન્હો નહોતા. ઘણા લોકોએ પોતાની બોડીને સેન્ટરને દાનમાં આપી હતી. આવા જ લોકોના 33 પરિજનોએ સેન્ટર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. લોકોને કહેવામાં આવ્યું હતું કે સેન્ટર વૈજ્ઞાનિક ઉદ્દેશ્યોથી બોડીનો ઉપયોગ કરશે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર એક છોકરાની બોડી 2 લાખ રુપિયા સુધીમાં સેન્ટરમાં વેચી દેવામાં આવતી હતી. એરિઝોના રિસોર્સ સેન્ટરના માલિક સ્ટીફન ગોરેને 2015માં ગેરકાયદેસર વ્યાપાર માટે એક વર્ષથી સ્થગિત સજા સંભળાવવામાં આવી હતી.