નવી દિલ્હીઃ નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અને પાકિસ્તાનની શિક્ષા અધિકાર કાર્યકર્તા મલાલા યૂસુફજઈએ કાશ્મીર પર ટ્વીટ કર્યું તો, લોકો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવા લાગ્યા. હકીકતમાં મલાલાએ સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીરમાં શાંતિ લાવવા અને બાળકોને બીજીવાર શાળાએ મોકલવામાં મદદ કરવાની દિશામાં કામ કરવાની અપિલ કરી છે. આપને જણાવી દઈએ કે 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય ભારતની મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકો ટ્વીટ કરીને મલલાને ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે તેમણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો અત્યાર નથી દેખાતો, તેમને ત્યાં શાંતિની કોઈ પડી નથી. લોકોએ લખ્યું કે પીઓકેમાં અત્યાર આપને નથી દેખાતો, ત્યાંના બાળકોની સ્થિતી મુદ્દે આપ ચૂપ કેમ છો?
આ પહેલા મલાલા યૂસુફજઈએ લખ્યું હતું કે હું UNGA ના નેતાઓ અને અન્યને કાશ્મીરમાં શાંતિ લાવવાની દિશામાં કામ કરવા, કાશ્મીરીઓનો અવાજ સાંભળવા અને બાળકો શાળાએ જઈ શકે, તેમાં મદદ કરવાનો અનુરોધ કરી રહી છું. 22 વર્ષની મલાલાએ કહ્યું કે તે એ રિપોર્ટોથી ચિંતિત છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે 40 દિવસથી વધારે દિવસથી બાળકો શાળાએ જઈ શક્યા નથી, છોકરીઓ પણ ઘરેથી નિકળતા ડરી રહી છે.
તેમણે ટ્વીટ કર્યું કે, હું કાશ્મીરમાં રહેનારી છોકરીઓ સાથે પણ સીધી વાત કરવા ઈચ્છું છું. કાશ્મીરમાં સંચાર માધ્યમો પર રોકના કારણે લોકોની સ્થિતી જાણવા માટે ખૂબ લોકોને ઘણું કામ કરવું પડ્યું. કાશ્મીરીઓ દુનિયાના સંપર્કમાં નથી અને તેઓ પોતાની વાત રજૂ કરી શકતા નથી. કાશ્મીરને બોલવા દો. પરંતુ હકીકતમાં જોવા જઈએ તો, સત્ય એ છે કાશ્મીરમાં સ્થિતી તેજીથી સામાન્ય થઈ રહી છે. મોબાઈલ સેવાઓ પણ ચાલુ થઈ ગઈ છે.