વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સમીટ ફોર ડેમોક્રસી માટે ભારત સહિત 110 દેશોને આમંત્રિત કર્યા છે. આ સમીટનું આયોજન 9-10 ડિસેમ્બરે થશે. આ સમીટમાં લોકશાહી વિશે વિચારવિમર્શ કરવામાં આવશે. આ સમીટની ચોરે ને ચૌટે ચર્ચા થઈ રહી છે, કેમ કે અમેરિકાએ આ સમીટમાં ચીનને આમંત્રિત નથી કર્યું. હજી હાલમાં બાઇડને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ સમીટની મજેદાર વાત એ છે કે સમીટમાં અમેરિકાએ તાઇવાને આમંત્રણ આપ્યું છે, જેનાથી ચીન સમસમી ગયું છે.
ચીન અમેરિકાની જેમ NATOનું સભ્ય છે, પણ ચીન બાઇડનની વર્ચ્યુઅલ સમીટમાંથી ગાયબ છે. આ સમીટમાં મધ્ય-પૂર્વના દેશોમાંથી માત્ર ઇઝરાયલ અને ઇરાક ભાગ લેશે. અમેરિકાએ પરંપરાગત રીતે આરબ સહયોગી દેશો-ઇજિપ્ત, સાઉદી અરેબિયા, જોર્ડન, કતાર અને યુનાઇટેડ આરબ અમિરાતને પણ આમંત્રિત નથી કર્યા
બાઇડને બ્રાઝિલને આમંત્રિત કર્યું છે. ભલે તેઓ રાષ્ટ્રપ્રમુખથી દૂર હોય-જેર બોલ્સોનારોની ટીકા કરવામાં આવી હતી, કેમ કે તેઓ ટ્રમ્પના મજબૂત ટેકેદાર છે. યુરોપમાં પોલેન્ડનો માનવાધિકાર રેકોર્ડને મુદ્દે યુરોપિયન યુનિયન સાથેના સતત તણાવ છતાં સમીટમાં આમંત્રિત કરવામાં આવ્યું હતું. આ સાથે કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વિક્ટર ઓરબાનના નેતૃત્વવાળા હંગેરીને સમીટમાં આમંત્રવામાં નથી આવ્યું.
આફ્રિકામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, દક્ષિણ આફ્રિકા, નાઇજિરિયા અને નાઇઝર યાદીમાં સામેલ છે. આ સમીટના મુખ્ય વિષયો છેઃ સત્તાવાદની સામે બચાવ, ભ્રષ્ટાચારની સામે લડાઈ અને માનવ અધિકારોનું સન્માન કરવું.