ન્યુ યોર્કઃ કંપનીઓ તમારા અવાજથી ભવિષ્યમાં કમાણી કરે એવી શક્યતા છે. તમે કોઈ માહિતી અથવા ફરિયાદ માટે કોઈ પણ કંપનીના કોલ સેન્ટરમાં વાત કરો છો અને કોલ સેન્ટરના કર્મચારીઓ તમને જાણ કરે છે કે ટ્રેનિંગ અને ક્વોલિટી કન્ટ્રોલના હેતુથી આ કોલ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એના મહત્ત્વની ભૂમિકા ભજવશે. આગામી વર્ષોમાં AI માનવીય જીવનનો અભિન્ન હિસ્સો થઈ જશે.
કોલ સેન્ટર જ નહીં, સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસ તમારો અવાજ અને એના ઉતાર-ચઢાવને કેપ્ચર કરવામાં લાગેલા છે. ભવિષ્યમાં તમારો અવાજ પણ બાયો-મેટ્રિક ઓળખ બની શકે છે. પર્સનલાઇઝ્ડ સેલિંગથી જોડાયેલા વેપાર-વ્યવસાયમાં કેટલીક મોટી બ્રાન્ડ પણ સામેલ છે. તમારા અવાજ દ્વારા કયા પ્રકારની લાગણીઓને ઓળખી શકાશે અને એ મુજબ ડીલ કરી શકાશે.
દાખલા તરીકે તમે કોઈ મોટી રેસ્ટોરાંમાં સીટ રિઝર્વ માટે ફોન કરો છો, પણ એની વોઇસ એનાલિસિસ સિસ્ટમ તમારા અવાજ દ્વારા એ નિષ્કર્ષ કાઢે છે કે તમે તેમની રેસ્ટોરાંમાં ડિનર કરવાવાળા લોકોની શ્રેણીમાં નથી આવતા અને તમારી વિનંતીનો અસ્વીકાર કરવામાં આવે છે, એ જ રીતે કોઈ સ્કૂલ કોઈ વિદ્યાર્થીને સ્પેશિયલ પ્રવેશ માટે ના પણ પાડી શકે, કેમ કે વોઇસ એનાલિસિસથી માલૂમ પડે છે કે તે વિદ્યાર્થીને લઈને ગંભીર નથી.
કસ્ટમર એજન્ટથી વાતચીતમાં એ બાયો મેટ્રિક ટેક્નોલોજી તમને તણાવગ્રસ્ત જણાવે છે તો બની શકે છે કે ખરીદી પર તમને વધારાનું ડિસ્કાઉન્ટ મળી જાય છે. ટૂંક સમયમાં કંપનીઓ તમારા અવાજ દ્વારા વજન, ઊંચાઈ, ઉમ્ર, વંશ જેવી બાબતો માલૂમ કરવામાં સક્ષમ હશે. વોઇસ સિગ્નેચરને આધારે પેટન્ટ કરવામાં આવેલી ગૂગલે સર્કિટરી ઉંમર અને લિંગનો અંદાજ લગાવે છે. એક અંદાજ અનુસાર AI વેપારનું કદ 2024 સુધી 554.3 અબજ ડોલર થવાની અપેક્ષા છે.