ફિલિપિન્સમાં વાવાઝોડા ‘રાય’ એ ભારે વિનાશ વેર્યોઃ 208નાં મોત

મનિલાઃ ફિલિપિન્સમાં રાયે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. ફિલિપિન્સ હાલના સમયે આ વર્ષના સૌથી મોટા વિનાશક તોફાનથી ઝઝૂમી રહ્યું છે. ઓ વાવાઝોડાનું નામ ‘રાય’ રાખવામાં આવ્યું છે. આ વાવાઝોડાને લીધે ફિલિપિન્સમાં અત્યાર સુધી 208 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વાવાઝોડામાં 239 લોકો ઘાયલ થયા છે અને 52 લોકો લાપતા થયા છે. આ વાવાઝોડાને લીધે આશરે આઠ લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વાવાઝોડાએ ફિલિપિન્સને ગુરુવારે અને શુક્રવારે ચપેટમાં લીધું હતું. ત્યાર બાદ રવિવારથી ત્યાં રાહત અને બચાવ કાર્ય જારી છે. હાલનાં વર્ષોમાં દેશમાં આવેલું સૌથી ઘાતક વાવાઝોડાંઓ પૈકીનું એક હતું.  

ફિલિપિન્સમાં વાવાઝોડા ‘રાયે’ તટીય વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કારણે લાખો લોકો બેઘર થયા થઈ ગયા છે. આ વાવાઝોડાએ સ્કૂલો અને હોસ્પિટલોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, એમ ફિલિપિન્સ રેડ ક્રોસે કહ્યું હતું.

ફિલિપિન્સમાં આ વાવાઝોડાએ લીધે ત્રણ લાખથી વધુ લોકોને પોતાનાં ઘરોથી બીજા ઠેકાણે આશરો લેવા મજબૂર થયા હતા. આ વાવાઝોડાએ ઘર અને હોસ્પિટલોની છતોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાંય વૃક્ષો ઊખડી ગયાં હતાં. આ સાથે વીજ થાંભલાઓ પડી ગયા હતા અને લાકડીઓનાં ઘરોને છિન્ન-ભિન્ન કર્યા હતા. ચોકલેટ હિલ્સવાળા વિસ્તારમાં 74 લોકોનાં મોત થયાં હતા. આ વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાક 195 કલાકની હતી. આ વાવાઝોડાને કારણે વીજળી અને પાણીનો સપ્લાય ખોરવાયો હતો. દિનાઘાટ ટાપુ પર ઓછામાં ઓછા 10 જણ માર્યા ગયા હતા.