વોશિંગ્ટનઃ અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલે કોરોના વાયરસ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરવાની સલાહ આપી છે. અમેરિકી રોગ નિયંત્રણ અને બચાવ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકાર અનુસાર અમેરિકામાં કોરોના વાયરસનો ચેપ ઓછામાં ઓછા 3,485 લોકોને થયો છે. ઘાતક વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 65 પર પહોંચી ગઈ છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલે પોતાના નવા દિશા-નિર્દેશોમાં કહ્યું છે કે, યોગ, ધ્યાન અને શ્વાસ લેવા પર નિયંત્રણ એ કોરોના વાયરસથી બચવાના કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો છે. કોરોના વાયરસને પહોંચી વળવાના વિષય પર આ સપ્તાહે એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. હાવર્ડ મેડિકલ સ્કુલના ડો. જોન શાર્પે કહ્યું કે, નિયમિત ધ્યાન કરવું તે કોરોના વાયરસ સામે લડવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
તેમણે કહ્યું કે, જો તમે યોગ નથી કરતા? જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રયત્નો ન કરશો. કેટલીકવાર કેટલીક નવી વસ્તુઓ કરવી અને નવી ગતિવિધિઓનો ખ્યાલ મેળવીને આપ લાભ લઈ શકો છો. તેમણે કહ્યું કે યોગ કરવા વિશે આપ વિચાર કરી શકો છો.
તેમણે કહ્યું કે, વાયરસને લઈને ખરાબ સમાચારો મળી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની વાત સાંભળે, તેઓ તેમને સાચો રસ્તો બતાવી શકે છે. આ વચ્ચે, વિશ્વ હિંદુ કોંગ્રેસ અમેરિકાએ કહ્યું છે કે તેમણે કોવિડ-19 ની વૈશ્વિક મહામારીને લઈને વ્યાપેલી ચિંતા અને માનસિક સ્વાસ્થ્ય જેવી બાબતોને પહોંચી વળવા માટે પોતાના પ્રયત્નો અંતર્ગત આખા ઉત્તરી અમેરિકામાં હવન અને પ્રાર્થનાઓ આયોજિત કરી હતી.