નવી દિલ્હીઃ ભારત, જર્મની, બ્રાઝીલ તેમ જ જાપાન જેવા દેશોને સમસામયિક વાસ્તવિકતાઓને વધારે સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે બૃહદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યો તરીકે શામિલ કરવાની આવશ્યકતા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસના દૂતે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની મહત્વપૂર્ણ સંસ્થામાં આ પ્રમુખ સદસ્યોને શામેલ કરવા, તે ફ્રાંસની રણનૈતિક પ્રાથમિકતાઓમાં શામેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસના સ્થાયી પ્રતિનિધિ ફ્રાંકોઈસ ડેલાતરેએ ગત સપ્તાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે નીતિના દ્રષ્ટિકોણથી ફ્રાંસ અને જર્મનીની નીતિ મજબૂત છે જે સુરક્ષાને વિસ્તાર આપવા માટે સાથે કરવા અને તે વાતચીતમાં સફળ થવા સાથે જોડાયેલી છે જેનાથી સુરક્ષા પરિષદનું વર્તુળ વધે, જેનાથી આપણે વિશ્વને જેવું છે તેવું જ સારી રીતે દર્શાવવા માટે જરુરી માનીએ છીએ. આમાં કોઈ સવાલ ઉઠતો નથી.
એપ્રિલ માટે સંયુક્ત રાષ્ટ્રમાં જર્મનીની અધ્યક્ષતાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રમાં જર્મનીના દૂત ક્રિસ્ટોફ હ્યૂસગન સાથે વાત કરતા ડેલાતરેએ એ વાત પર જોર આપ્યું કે ફ્રાંસ માને છે કે જર્મની, જાપાન, ભારત, બ્રાઝીલ અને વિશેષ રુપે આફ્રીકાનું ઉચિત પ્રતિનિધિત્વ સુરક્ષા પરિષદમાં નિષ્પક્ષ પ્રતિનિધિત્વની દિશામાં અત્યંત આવશ્યક છે અને અમારા માટે પ્રાથમિકતાનો વિષય છે.
તેમણે રેખાંકિત કર્યું કે, ફ્રાંસનું માનવું છે કે કેટલાક પ્રમુખ સભ્ય દેશોને જોડવાની સાથે સુરક્ષા પરિષદને બૃહદ
બનાવવી અમારી રણનૈતિક પ્રાથમિકતાઓ પૈકી એક છે. ભારત સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદના લાંબા સમયથી લંબિત પડેલા સુધારાઓ માટે દબાણ આપવાના પ્રયાસોમાં સૌથી અગ્રણી છે અને આ વાત પર જોર આપવામાં છે કે તે સંયુક્ત રાષ્ટ્રની મહત્વપૂર્ણ સંસ્થામાં એક સ્થાયી સદસ્ય તરીકે ઉચિત જગ્યાનો હકદાર છે.