પેરિસઃ પાકિસ્તાનને એફએટીએફ તરફથી મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનને એમ હતું કે આ વખતે એફએટીએફ દ્વારા તેને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢી દેવામાં આવશે પરંતુ પાકિસ્તાનની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પેરિસમાં એફએટીએફની પૂર્ણ સત્ર બેઠક મળી હતી. આ આખા સત્રમાં પાકિસ્તાન મુખ્ય એજન્ડામાં રહ્યું. એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પૂર્વવત રાખવામાં આવ્યું છે.
આ દરમિયાન ટેરર ફંડિંગને લઈને પાકિસ્તાનને એફએટીએફની દેખરેખ યાદીમાં પણ પૂર્વવત રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટેરર ફંડિંગ સહિત કાળા ધનનો પ્રવાહ રોકવા માટે આખા વિશ્વમાં એક સમાન નિયમ અને દાયદો બનાવવા માટે બનાવવામાં આવેલી સંસ્થા એફએટીએફની ગત રવિવારથી પેરિસમાં બેઠક ચાલી રહી છે અને આનો નિર્ણય શુક્રવારના રોજ સામે આવ્યો છે.
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને માત્ર ચાર મહિનાનો સમય આપ્યો છે, પરંતુ આ સાથે જ કહ્યું છે કે જો પાકિસ્તાન જૂન 2020 સુધી આતંકી ગતિવિધિઓને રોકવા માટે જણાવવામાં આવેલા પગલા નહી ઉઠાવવામાં આવ્યા તો તેને બ્લેક લિસ્ટ એટલે કે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવી શકે છે. અત્યારે પાકિસ્તાન, એફએટીએફની દેખરેખની યાદીમાં શામિલ છે અને એફએટીએફે 2018 માં જ પાકિસ્તાનને 27 કાર્યોનું એક લિસ્ટ સોંપ્યું હતું.