લંડનઃ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે નારાજ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ મંગળ મિશનથી રશિયાની સ્પેસ એજન્સીને બહાર કરી દીધી છે. હવે આ મિશનમાં રશિયાના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની કોઈ મદદ નહીં લેવામાં આવે. આ મિશન રૂ. 8433 કરોડનું છે, જેમાં યુરોપીય દેશોની સાથે રશિયા પણ સામેલ હતું. ESA અને રશિયાની સ્પેસ એજન્સી એક્સોમાર્સ મિશનને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવાના હતા.
ESAના ડિરેક્ટર જનરલ જોસેફ એસબૈશરે કહ્યું હતું કે એક્સોમાર્સ એક રોવર છે, જે મંગળ ગ્રહ પર મોકલીને ત્યાંની ઐતિહાસિક અને પ્રાચીન વાતાવરણની તપાસ કરવાની હતી. જેથી જીવનની ઉત્પત્તિ અને પુરાવાઓને શોધી શકાય. એ સાથે ભવિષ્યમાં જીવનની સંભાવનાઓ પર અભ્યાસ કરી શકાય. તેમણે કહ્યું હતું કે હવે લોન્ચિંગમાં સમય લાગશે, કેમ કે હાલમાં સ્થિતિ ઠીક નથી. યુરોપિયન દેશોએ આ મિશનમાંથી રશિયાને હાંકી કાઢ્યું છે. હવે આ રોવરની લોન્ચિંગને લઈને ફરીથી યોજના બનાવવામાં આવશે. એના હિસાબે તૈયારી કરવામાં આવશે.
એક્સોમાર્શનું નામ રોસેલેન્ડ ફ્રેન્કલિન રાખવામાં આવ્યું હતું. એનું ઉત્પાદન યુકેમાં થઈ રહ્યું છે, જેને રશિયાના રોકેટ પર લોન્ચ કરવામાં આવનાર હતું. જેને જર્મનીના સ્પેસક્રાફ્ટમાં સેટ કરીને રોકેટમાં લગાવીને લોન્ચ કરવામાં આવનાર હતું. આ નિર્ણયથી યુરોપિયન સ્પેસ એજન્સીને આંચકો લાગ્યો છે. આ મિશન હવે આવતા લોન્ચ વિન્ડો વર્ષ 2024માં છે. ESAએ એક્સોમાર્શના લોન્ચિંગ માટે રશિયાને બહાર કર્યા પછી એ અભ્યાસ કર્યો હતો કે આ રોવરને કઈ રીતે મંગળ ગ્રહ પર પહોંચાડી શકાય છે.