સેન ફ્રાન્સિસ્કોઃ ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે સોશ્યલ મીડિયાની આ દિગ્ગજ કંપનીમાં તળીયાઝાટક ફેરફારો કર્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિ મસ્કે ટ્વિટરને ખરીદી લીધી છે અને એમણે કંપનીના ટેક્નોલોજી એક્ઝિક્યૂટિવ તરીકે ભારતીય-અમેરિકન નાગરિક શ્રીરામ કૃષ્ણનની નિમણૂક કરી છે.
કૃષ્ણન હાલ સિલિકોન વેલીની વેન્ચર કેપિટલ કંપની એન્ડ્રીસેન હોરોવિત્ઝ (a16z)માં જનરલ પાર્ટનર છે.