નવી દિલ્હી-શ્રીલંકાના કોલંબોમાં ગત રવિવારે થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટની ભૂમિકાસામે આવી છે.ત્યારે IS સાથે જોડાયેલ એક ચેનલે સોમવારે કોલંબો હુમલાને અંજામ આપનારા ત્રણ સુસાઈડ બોમ્બરના ફોટા જાહેર કર્યા હતાં. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી., જેમાંથી એકને કથિત રીતે નેશનલ તૌહીદ જમાત સંગઠનના નેતા મોલવી જેહરન હાશિમ બતાવવામાં આવી રહ્યો છે.
જો કે, ઈસ્લામિક સ્ટેટે આતંકીઓની જાહેર કરેલી તસવીરોમાં અબુલ બર્રા, અબુલ મુખ્તાર અને અબુ ઉબેદા નામ બતાવવામાં આવી રહ્યાં છે. વિશ્વભરની ઈન્ટેલિજન્સ એજન્સીઓ હાલ આઈએસના માસ્ટર માઈન્ડ ગણાતા આમાક તરફથી આ હુમલાની જવાબદારી લેવાની રાહ જોઈ રહ્યાં છે. શ્રીલંકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર ત્રણ તસવીરોના બેકગ્રાઉન્ડમાં ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લગાવેલો જોઈ શકાય છે, અને આતંકીઓનું નામ પણ અબૂ બકર બગદાદીના નામના તર્જ પર રાખવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ ઈસ્લામિક સ્ટેટના પ્રવક્તા અબૂ હસન અલ મુઝાહિરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો લેવાની વાત કહેવામાં આવી હતી. ભારતના પૂર્વ રાજનયિક જી. પાર્થસારથીનું પણ માનવું છે કે, આ બ્લાસ્ટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં કરેલી હત્યાઓનો બદલો લેવા માટે કરવામાં આવ્યાં હતાં. આતંકીઓએ એ દેશને ટાર્ગેટ બનાવ્યો, જેમાં આ પ્રકારના ભયંકર હુમલા અંગે વિચારવું થોડું મુશ્કેલ હતું.
મહત્વનું છે કે, શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે આઠ જગ્યાઓ પર બોમ્બ ધડાકા થયા, જેમાં ત્રણ ચર્ચ અને ત્રણ 5 સ્ટાર હોટલનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટમાં મરનારઆંક 200ને પાર પહોંચ્યો છે. જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયાં છે. અત્યાર સુધીમાં કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ બ્લાસ્ટને લઈને જે આતંકી સંગઠન પર શંકા કરવામાં આવી રહી છે, તે શ્રીલંકાના કટ્ટરપંથી મુસ્લિમોનું સંગઠન છે, જેના તાર તમિલનાડુ સાથે પણ જોડાયેલા છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓ તોડવાના આરોપમાં આ સંગઠન ગત વર્ષે પણ ચર્ચામાં આવ્યું હતું. આ સંગઠનને તૌહીદ-એ જમાતના પણ ઓળખવમાં આવે છે.