સતત સાતમીવાર હેપીનેસ ઈન્ડેક્સમાં ટોપ થ્રીમાં આવ્યો ડેનમાર્ક…

નવી દિલ્હીઃ 2018ના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ડેનમાર્કને 155 દેશોમાંથી ટોપ 3માં સ્થાન મળ્યું છે. ડેનમાર્કે છેલ્લા સાત વર્ષથી પોતાની આ સ્થિતિ બનાવી રાખી છે. તો બીજી અને અમેરિકાની ખુશી ઈન્ડેક્સમાં 4 સ્ટેપ પાછા આવીને 18 નંબર પર પહોંચ્યા છે. તો આ રહી એવી વાતો કે જે ડેનમાર્કને દુનિયાના સૌથી ખુશ દેશોમાંથી એક બનાવે છે.

2018ના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પણ ડેનમાર્ક પહેલા ત્રણ દેશોમાં શામેલ રહ્યો છે. ડેનમાર્કે સતત સાતમા વર્ષે આ કામ કર્યું છે. એવામાં એ જાણવાની ઈચ્છા થાય કે આ સ્કૈડેનેવિયાઈ દેશમાં એવું શું ખાસ છે કે અહીંના લોકો હંમેશા ખુશ રહે છે. મોટાભાગના વિશેષજ્ઞો એ માને છે કે આની પાછળ તેમની સાંસ્કૃતિક બનાવટ હૂગાનું યોગદાન છે.

હૂગા શબ્દને માત્ર બે વર્ષ પહેલાં જ 2017માં ઓક્સફોર્ડની ડિક્શનરીમાં શામેલ કરવામાં આવ્યો. સીધો જ અનુવાદ કરીએ તો આનો અર્થ આરામદાયક થાય છે. હકીકતમાં આ એક એવો શબ્દ છે જેને અલગઅલગ પ્રસંગે અલગઅલગ વિચારોથી ઉપયોગ કરવામાં આવે છે. એટલે આનો અર્થ એક આત્મીયતા અને સંતોષવાળો માહોલ બનાવવાનો છે.

હૂગા એક એવી સાંજ હોય છે કે જે કોઈ પોતાને પ્રેમ કરનારા હ્યદયસ્થ લોકો સાથે ગુજારવામાં આવી હોય. આ એક સામાન્ય દિવસની પિકનિક હોઈ શકે છે. કોઈ મિત્ર સાથે પીધેલી કોફી હોઈ શકે છે. કોઈ ઠંડકના દિવસોમાં કોઈની સાથે બેસવાનો હોઈ શકે છે. જો કે કન્વર્સેશન નામની વેબસાઈટ અનુસાર હૂગા પર કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડેનમાર્કમાં આને લોકોના સ્વસ્થ અને સારા રહેવાની સાથે જોડીને જોવામાં આવે છે.

જો કે હુગા સ્વસ્થ અને સારા રહેવાના માહોલમાં એક મહત્વપૂર્ણ રોલ નિભાવે છે. તણાવને દૂર કરે છે અને લોકોને ખુશ રાખે છે પરંતુ આ જ એકમાત્ર કારણ નથી કે જેને લઈને ડેનમાર્કના લોકો દુનિયાના સૌથી ખુશ લોકો પૈકી એક છે.

ડેનમાર્કમાં લોકોની મોટાભાગની સમસ્યાઓનું નિવારણ સરકાર કરે છે. ડેનમાર્કમાં લોકોને મફતમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ મળે છે. ત્યાંની પેન્શન સિસ્ટમને દુનિયાની સૌથી સારી પેન્શન સિસ્ટમ પૈકી એક માનવામાં આવે છે. જો કે આ દેશનો ટેક્સ રેટ દુનિયાના સૌથી વધારે ટેક્સ રેટવાળા દેશો પૈકી એક છે પરંતુ અહીંના લોકો વિશ્વાસ કરે છે કે વધારે ટેક્સ, દેશને એક ઉત્કૃષ્ટ સમાજ બનાવી શકે છે. એટલા માટે તેઓ વધારે ટેક્સ પણ ખુશીખુશી ચૂકવે છે.

ત્યારે ડેનમાર્કના લોકો પાસે ચિંતા કરવા માટે ખૂબ ઓછી વસ્તુઓ છે અને તેમના માટે ખુશ રહેવું તે એક સરળ કામ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]