લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડે પશ્ચિમી લંડનના એક રસ્તા પર 16 વર્ષીય બ્રિટિશ શીખ કિશોરની ચાકુ મારીને હત્યાને મામલે ગુરુવારથી તપાસ શરૂ કરી દીધી છે. આ મૃતકનું નામ અશ્મિત સિંહ બતાવવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે તેમને સાઉધ હોલના રાલે રોડ પર કોઈને ચાકુ માર્યાની સૂચના મળી હતી. પોલીસ લંડન એમ્બ્યુલન્સ સર્વિસની પેરામેડિક્સની સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે જણાવ્યું હતું. ઇમર્જન્સી સર્વિસના પ્રયાસ છતાં થોડી વાર પછી અશ્મિતનું ઘટનાસ્થળે મોત થયું હતું. એ પછી તેના પરિવારજનોને દાણ કરવામાં આવી હતી અને મૃતકની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી.
પોલીસે આ કેસમાં હત્યા સંબંધિત માહિતી ધરાવતી કોઈ પણ વ્યક્તિને આગળ આવવા માટે અપીલ કરી હતી. આ કેસની સ્પેશિયલિસ્ટ જાસૂસોને પણ જાણ કરવામાં આવી છે. સોશિયલ મિડિયા ફુટેજમાં પીડિતનો જીવ બચાવવા માટે પોલીસ અધિકારીઓ વ્યર્થ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ઇવનિંગ સ્ટાન્ડર્ડના જણાવ્યા મુજબ શીખના મિત્રોને ડર હતો કે બ્રિટિશ શીખ કિશોરની ગુચ્ચીની બેગ માટે હુમલો કરવામાં આવ્યો હતો, જે તે હંમેશાં પોતાની પાસે રાખતો હતો.
એક સ્થાનિક દુકાનદારે કહ્યું હતું કે તે એક સારો યુવક હતો. તેના મિત્રો કહેતા હતા કે તેની ગુચ્ચીની બેગમાં ચાકુ મારવામાં આવ્યું હતું, એ અસલી પણ નહોતી. જો એ મારી પાસે આવ્યો હોત તો હું તેને બચાવવા માટે શટર પણ બંધ કરી દેત અને મારી પાસે તેને બચાવવા માટે સ્ટાફ પણ હતો. આ વર્ષે લંડનના રસ્તાઓ પર આ 28મા કિશોરની હત્યા થઈ છે.