પાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બવિસ્ફોટે 56નો ભોગ લીધો

પેશાવરઃ પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતના પેશાવર શહેરમાં આજે એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢવામાં આવી રહી હતી એ વખતે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 56 જણ માર્યા ગયા છે અને બીજાં 50થી વધારે લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રશીદે આ ઘટનાને સમર્થન આપ્યું છે. બોમ્બ ફાટ્યો ત્યારે મસ્જિદ શ્રદ્ધાળુઓથી ભરચક હતી.

આ ધડાકો પેશાવરના કિસ્સા ખ્વાની બાઝાર વિસ્તારમાં આવેલી જામિયા મસ્જિદમાં થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]