ભાજપમાં જોડાઈ બાંગ્લાદેશી અભિનેત્રી, નાગરિકતાને લઈને ઉઠ્યા સવાલો…

કોલકત્તાઃ બાંગ્લાદેશની જાણીતી ફિલ્મ એક્ટ્રેસ અંજૂ ઘોષ આજે ભાજપમાં જોડાઈ છે. કોલકત્તામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ઉપસ્થિતીમાં અંજૂએ ભાજપની સદસ્યતા લીધી હતી. આ દરમિયાન સુશ્રી ઘોષને બીજેપીનો ઝંડો સોંપવામાં આવ્યો. તો બીજી તરફ તેમની નાગરિકતાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

મીડિયાએ તેમની વર્તમાન નાગરિકતા મામલે પૂછ્યું, તો તેમણે બોલવાથી ઈનકાર કરી દીધો. પ્રાપ્ત વિગતો ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાંગ્લાદેશી અભિનેત્રી અંજૂ પોતાના હાથોમાં ભાજપનો ઝંડો લઈને ઉભી છે. તેમની સાથે દિલીપ ઘોષ પણ છે.

અંજૂ બાંગ્લા ફિલ્મોની એક અભિનેત્રી છે. 1989માં તેની ફિલ્મ “બેડર મેયે જોસના” એ બાંગ્લાદેશ ફિલ્મ ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ટીએમસી નેતાઓ સાથે જ ઘણા ક્ષેત્રના લોકોએ ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરી છે. પશ્ચિમ બંગાળ બીજેપીના પ્રમુખ કૈલાશ વિજય વર્ગીયએ થોડા સમય પહેલા કહ્યું હતું કે રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા ચરણનમાં લોકો બીજેપીમાં જોડાશે.