ઈસ્ટર હુમલા પછી શ્રીલંકા જનારા દુનિયાના પહેલાં નેતા હશે PM મોદી

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશી યાત્રા માટે શ્રીલંકા અને માલદીવ જવાના છે. શ્રીલંકામાં કેટલાક મહિના પહેલા ઈસ્ટરના તહેવાર બોમ્બ ધડાકા થયાં હતાં, જે પછી શ્રીલંકાની યાત્રા કરનાર દુનિયાના પ્રથમ વડાપ્રધાન મોદી છે.

21 એપ્રિલના રોડ ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં બોમ્બ ધડાકા થયા હતા, જે પછી શ્રીલંકામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તેનાથી દેશની અર્થવ્યવસ્થા પણ સુસ્ત થઈ ગઈ હતી. હવે પીએમ મોદી શ્રીલંકાની યાત્રા પર જઈ રહ્યાં છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે શ્રીલંકામાં થયેલ હુમલા પછી પીએમ મોદી દુનિયાના એકમાત્ર પહેલાં નેતા છે કે જેઓ શ્રીલંકા જઈ રહ્યાં છે. આ એકજૂટતાનો સંદેશ આપી રહ્યો છે. તેમ જ ભારત શ્રીલંકાને 280 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવશે.

અમે આપને જણાવીએ કે શ્રીલંકામાં 21 એપ્રિલે 3 ગિરજાઘરોમાં અને 3 લક્ઝરી હોટલોમાં આત્માઘાતી હૂમલો થયો હતો. જે હૂમલામાં 250થી વધુ લોકોના મોત થયા હતા. અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હૂમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી હતી. જો કે સ્થાનિક ચરમપંથી સંગઠનો પર હૂમલાનો આરોપ લાગ્યો હતો. આ હૂમલા બાદ શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે હૂમલા પછી શ્રીલંકામાં મોટાપાયે તોફાનો ભડકી ઉઠયા હતા.

વધુમાં વડાપ્રધાન મોદી શ્રીલંકાનો પ્રવાસ કરે તે પહેલાં તેઓ માલદીવ જશે. પીએમ મોદી 8 જૂને માલદિવની સંસદને સંબોધિત કરશે. બીજા કાર્યકાળમાં શપથગ્રહણ કર્યા પછી પીએમ મોદીની માલદીવની આ પહેલી દ્વિપક્ષીય યાત્રા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]