નવી દિલ્હીઃ પાકિસ્તાનની સામાજિક કાર્યકર્તા અને નોબેલ પુરસ્કારથી સન્માનિત મલાલા યુસુફજઈએ જમ્મૃ-કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે. અનુચ્છેદ 370 દૂર થયા બાદથી જમ્મૂ અને કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. આ સીવાય આ નિર્ણયનો વિરોધ કરી રહેલા ઘાટીના નેતાઓને પણ નજરબંધ કરવામાં આવ્યા છે.
મલાલા યુસુફજઈએ કહ્યું કે કાશ્મીરના લોકો તે સમયે સંઘર્ષ વચ્ચે રહ્યા છે, જ્યારે હું એક બાળક હતી, જ્યારે મારા માતા અને પિતા નાના હતા અને મારા દાદા-દાદી યુવા હતા. હું ઈચ્છું છું કે સાત દશકથી ચાલ્યા આવતા કાશ્મીર મુદ્દાનું શાંતિપૂર્ણ રીતે નિરાકરણ આવે.જમ્મૂ અને કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું છે. હવે લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હશે. જમ્મૂ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરીને કેન્દ્ર શાસિત બનાવવામાં આવ્યો તેથી લેહમાં ખુશીનો માહોલ છે, તો કારગીલમાં અત્યારે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. લેહમાં મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોદી સરકારના સાહસિક નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
કારગિલમાં લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા પર કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનની વાત સામે આવી છે. જો કે કારગિલમાં કોઈપણ પ્રકારની કોઈ હિંસક ઝડપનો મામલો સામે આવ્યો નથી. કારગિલ અને લેહ પહેલા પણ શાંતિપ્રિય ક્ષેત્ર રહ્યા છે.