કુદરતની અજબગજબ ઘટના! વિશ્વના આ સ્થળે એકઠાં થાય છે હજારો સાપ, એ પણ…

નવી દિલ્હી- આપણાં દેશમાં તહેવારોની સિઝનમાં અનેક સ્થળે લોકમેળા ભરાય છે. જેમાં લોકો આનંદ પ્રમોદ માટે એક્ઠાં થાય છે. પરંતુ તમે કુદરતી જ ભરાતાં સાપોના મેળા વિશે ક્યારેય સાંભળ્યું છે? સાપ અંગે તમે ઘણું બધું જોયું હશે અને સાંભળ્યું પણ હશે પરંતુ વિશ્વના આ દેશમાં એકસાથે હજારો સાપનો જાણે મેળો ભરાયો હોય તેમ એકઠાં થાય છે. જાણીને આશ્ચર્ય થાય તેવી વાત છે, પણ આ હકીકત છે.

દર વર્ષે અંદાજે 70 હજાર સાપ કેનેડાના મેનિટોબાના એક વિસ્તારમાં એક્ઠાં થઈ જાય છે. આ સાપો અહીં સમૂહમાં પ્રજનન કરી શકે એટલાં માટે એક્ઠા થાય છે. આ સમગ્ર ઘટનાક્રમને વિશ્વમાં સાપોનો સૌથી મોટો મેળો પણ માનવામાં આવે છે.

નર અને માદા સાપ અહીં પ્રજનન માટે એકસાથે રહે છે. ખાસ કરીને ગાર્ટર સાપોની મોટી સંખ્યા અહીં એકઠી થાય છે. આ ઘટનાને જોવા માટે કેનેડાના નારસીસ સ્નેક ડેન્સમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ગરમીની સિઝન આવતાની સાથે અહીં સૌથી પહેલા સાપના બચ્ચાં બહાર નીકળે છે.

સાપનો પ્રજનન કાળ વસંત મહિના દરમિયાન હોય છે. નારસીસ સ્નેક ડેન્સની દેખરેખ કેનેડા વાઈલ્ડ લાઈફ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે, જે સ્નેક ડેન્સ નારસીસ નામની જગ્યાથી અંદાજે 6 કિમી દૂર આવેલું છે. મળતી માહિતી અનુસાર દર વર્ષે અહીં હજારો સાપોના મોત પણ થાય છે.