વોશિંગ્ટનઃ નસીબ આડેનું પાંદડું દૂર થાય તો બખ્ખાં થઈ જાય. લોટરી જીતવાથી સૂતેલું નસીબ જાગી જાય છે. એક અમેરિકને કરોડો રૂપિયાનું ઇનામ લાગ્યું છે, જેની ઇનામી રકમથી તે કોઈ કંપની ઊભી કરી શકે અથવા ખરીદી શકે. તે ઇચ્છે તો એક ફૂટબોલ ટીમ પણ ખરીદી શકે. મેગા મિલિયન જેકપોર્ટ કેટલાય દેશોના લોકો રમી શકે, એના માટે તમારે સાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.
ફ્લોરિડામાં રહેતા એક શખસને મંગળવારે 1.58 અબજ ડોલર એટલે કે રૂ. 13,802 કરોડનો મેગા મિલિયન જેકપોટ લાગ્યો હતો. ચાર મહિના સુધી સુધી સતત નિષ્ફળતા પછી તેને લોટરી લાગી ગઈ. 18 એપ્રિલે છેલ્લે જેકપોટ જીતવામાં આવ્યો હતો, જે પછી અત્યાર સુધી 31 નંબર કાઢવામાં આવી ચૂક્યા છે. જીતી જવામાં આવેલી ઇનામી રકમ અમેરિકાના ઇતિહાસમાં ત્રીજી સૌથી મોટી રકમ છે.
મેગા મિલિયન જેકપોટ લાગવો બહુ મુશ્કેલ કામ છે. 30.26 લાખ લોકોમાંથી કોઈ એક જણ જીતી શકે છે. 1.58 અબજ ડોલરની રકમ સીધી વિનરના એકાઉન્ટમાં જશે, પણ શરત એ છે કે 30 વર્ષ જૂનીની કોઈ વીમા કંપની સાથે ડીલ કરવાની રહેશે. જોકે મોટા ભાગના લોકો બધા પૈસા એકસાથે લેવા ઇચ્છે છે, એટલે એ રકમ કાપીને આપવામાં આવશે. આ વિનરને આ હિસાબે 783.3 મિલિયન ડોલર એટલે કે રૂ. 64 અબજ જ મળશે.
અમેરિકાના 45 રાજ્યોમાં મેગા મિલિયન રમાય છે, એમાં વોશિંગ્ટન ડીસી અને US વર્જિન આઇલેન્ડ સામેલ છે. આ લોટરી જીતવાથી નસીબ બદલાઈ જાય છે.
