વોશિંગ્ટનઃ અમેરિકામાં 2016 માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા સાથે મિલીભગત હોવાના કોઈ સબૂત પ્રાપ્ત થયા નથી. આ મામલાની તપાસ કરી રહેલા રોબર્ટ મુલરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મીલીભગત હોવાના કોઈ પુરાવા નથી. મુલરના રિપોર્ટમાં એ વાતનો પણ ઈનકાર કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ન્યાય પ્રક્રિયા સાથે કોઈ છેડછાડ કરી છે.
એટોર્ની જનરલ બિલિયમ બરે પોતાના રિપોર્ટના ખાસ મુદ્દાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રિપોર્ટ એ નથી કહેતો કે રાષ્ટ્રપતીએ કોઈ અપરાધ કર્યો, પરંતુ તેઓ આને અપરાધોને અપરાધોથી મુક્ત પણ નથી કરતા. તેમણે કહ્યું કે રિપોર્ટ આગળ કોઈપણ પ્રકારનો ચાર્જ ડોનાલ્ડ ટ્રમ્પ પર લગાવવાની ભલામણ નથી કરતો.
પોતાના રિવ્યુમાં મુલરે કહ્યું કે એ વાતના કોઈ સબૂત નથી કે રાષ્ટ્રપતિએ ન્યાય પ્રક્રિયા સાથે કોઈ છેડછાડ કરી છે. મુલરે 22 મહીનાની તપાસ બાદ આ રિપોર્ટ સોંપ્યો છે. ટ્રમ્પ ઉપર આરોપ લાગ્યો હતો કે વર્ષ 2016માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીને જીતવા માટે રશિયા સાથે મળીને ષડયંત્ર કરવામાં આવ્યું હતું.