ભારત વિરુદ્ધ નથી કર્યો એફ-16 નો ઉપયોગ, પાકિસ્તાને કરી આ વાત…

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ ભારતના એ દાવાને નકારી દીધો છે કે બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકી ઠેકાણાં વિરુદ્ધ ભારતીય લડાયક વિમાનોના હુમલાના જવાબમાં તેણે અમેરિકામાં બનેલા એફ-16 લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો. પાકિસ્તાને કહ્યું કે તેણે એફ-17 થન્ડર લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો. પાકિસ્તાન અનુસાર તેણે જેએફ-17 ચીન સાથે મળીને બનાવ્યું છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફૂરે 14 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય લડાકુ વિમાનોએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું અને બોમ્બ ફેંક્યાં, પરંતુ આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને ન તો તેના વિસ્તારમાં કોઈ નુકસાન પહોંચ્યું છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે લીધી હતી.

બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની લડાકૂ વિમાનોએ પણ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં ભારતે તેના વિમાનને તોડી પાડ્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાએ એફ-16 થી છોડવામાં આવેલી એઆઈએમ-120 એમરામના કેટલાક અંશો દેખાડ્યાં હતાં, જે ભારતીય વિસ્તારમાં પડ્યાં હતાં. ભારતે એ પણ કહ્યું કે ભારતીય રડારે જે ઈલેકટ્રોનિક સિગ્નેચર નોંધી તેનાથી પાકિસ્તાન દ્વારા એફ-16ના ઉપયોગની પુષ્ટિ થાય છે.

અમેરિકી વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે તે ભારત વિરુદ્ધ અમેરિકામાં બનેલા એફ-16 વિમાનોના સંભવિત ઉપયોગ મામલે પાકિસ્તાન પાસેથી જાણકારી માગી રહ્યું છે. એફ-16 નો આ પ્રકારે ઉપયોગ કરવો તે, અમેરિકા-પાકિસ્તાન વચ્ચે થયેલી સમજુતીનું ઉલ્લંઘન છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા ગફૂરે મીડિયાને કહ્યું કે જે વિમાન ભારતીય લડાકુ વિમાન ઘર્ષણમાં ઉતર્યું હતું કે જેએફ-17 હતું. તેમણે અમેરિકા સાથે મૈત્રી સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પોતાના જેએફ-17 વિમાનોના ઉપયોગ મામલે ચર્ચા કરી રહ્યું છે. જો કે એ વાત પર જોર આપવામાં આવ્યું કે, જો પોતાની રક્ષાની વાત જ્યારે આવી તો દેશ જે જરુરી સમજશે તેનો ઉપયોગ કરશે.

સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે કહ્યું કે પાકિસ્તાન માત્ર ભારતને એ જણાવવા માંગતું હતું કે તેની પાસે પલટવાર કરવાની તાકાત છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે તેના ફુટેજ છે. ગફૂરે કહ્યું કે પાકિસ્તાનના એટમી હથિયાર આ આખા વિસ્તારમાં યુદ્ધને રોકવા માટે છે.

આસિફ ગફૂરે કહ્યું કે પાકિસ્તાન એટમી હથિયારો પર રોક ત્યારે જ લગાવશે, જ્યારે ભારત પણ આવું કરે. ગફૂરે કહ્યું કે પાકિસ્તાન એવા કોઈપણ પગલાનું સ્વાગત કરશે જે ક્ષેત્રમાં શાંતિ લાવી શકે છે. આમાં રશિયાના પ્રયાસ પણ શામિલ છે. ગફૂરે રશિયા સાથે સૈન્ય સહયોગ પર કહ્યું કે પાકિસ્તાન રશિયા સાથે ઉડ્ડયન, વાયુ, રક્ષા પ્રણાલી અને ટૈંક રોધી મિસાઈલોના ક્ષેત્રમાં સહયોગ પર વાત કરી રહ્યું છે.