નવી દિલ્હીઃ એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ પછી હવે કેલિફોર્નિયાનાં જંગલોમાં આગ લાગી છે, જેણે બધાને હેરાન-પરેશાન કર્યા હતા. જંગલોમાં લાગેલી આગ કુદરતી સંશાધનોને નષ્ટ કરી રહી છે. એની સાથે આ આગથી હવામાં ઝેરી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ આગને કારણે શ્વાસની તકલીફોવાળા સિનિયર સિટિજન્સના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. એમેઝોનની આગે અનેક જંગલી પ્રાણીઓના જીવ લીધા છે. હવે કેલિફોર્નિયાનાં જંગલોથી પારાવાર નુકસાન થવાનો અંદાજ છે.
પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલાયા
કેલિફોર્નિયાની આગ આસપાસનાં શહેરો પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યાં છે. 40 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી આગ સતત લોકોનાં ઘરોને ચપેટમાં લઈ રહી છે.
આઠ વનોને બંધ કરાયાં
કેલિફોર્નિયાના ગવર્નર ગાવિન ન્યુજોમે જંગલોની આગને લીધે પાંચ રાજ્યોમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. ઇમર્જન્સી ફ્રેન્સ, મદેરા, મરિપોસા, સૈન બર્નાર્ડિનો અને સેન ડિયેગોમાં લગાવવામાં આવી છે. અમેરિકી વન સેવાએ પહેલા સપ્તાહમાં દક્ષિણી કેલિફોર્નિયામાં આઠ રાષ્ટ્રીય વનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના બધાં 18 વનોએ બુધવારે જાહેર સુરક્ષા માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આકાશનો રંગ બદલાઈ ગયો
જંગલમાં લાગેલી આગને કારણે સંપૂર્ણ ક્ષેત્ર એક ભયાનક નારંગી રંગવાળા પ્રકાશમાં ઢંકાઈ ગયું છે. આને કારણે ઓરોવિલની પાસે વસેલા હજારો લોકોને પોતાની જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જેનાથી તેઓ આ આગથી નીકળતા ધુમાડા અથવા અન્ય કોઈ ચીજથી શિકાર ના થઈ જાય. કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલન્સના એક જળવાયુ વૈજ્ઞાનિક ડેનિયલ સ્વૈને કહ્યું હતું કે આગ 24 કલાકમાં આશરે 400 સ્કવેર માઇલ (1036 કિલોમીટર)ના ભાગને બાળી કાઢ્યો છે.
આઠ લોકોનાં મોત, 3300 મકાનોને નુકસાન
કેલિફોર્નિયાનાં જગલોમાં અત્યાર સુધી આઠ લોકોના માર્યા જવાના અહેવાલ છે. 33000 મકાનો અને ભવનોને નુકસાન પહોંચ્યું છે પાછલાં ત્રણ સપ્તાહમાં કેલિફોર્નિયાના જંગલોમાં દાવાનળ પ્રસરતો રહ્ છે. ઉત્તરીય કેલિફોર્નિયાના જંગલની આગ ત્રણ સપ્તાહથી નવધુ સમય જારી છે. તેજ હવાઓને લીધે પહાડી વિસ્તારમાં અને 40 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી આગે અનેક ઘરોને બાળીને રાખ કરી દીધાં છે.
ઝડપથી પ્રસરી રહી છે આગ
શુક્રવારે રાત્રે જંગલોમાં લાગેલી આગ બહુ તેજીથી ફેલાઈ રહી છે, અને એની ચપેટમાં આશરે 45,000 એકર જમીનને લઈ લીધી છે. કેલિફોર્નિયામાં રેકોર્ડ ગરમી પછી આગના તાંડવથી ભયભીત છે. લોકોને આગની પાસે નહીં જવા અને ઘરોથી નીકળી જવા કહેવામાં આવી રહ્યું છે.
આગને ઓલવવાના પ્રયાસો
કેલિફોર્નિયાના જંગલમાં આગ પર કાબૂ મેળવવા માટે આકાશથી વિશેષ વિમાન અગ્નિશમક પદાર્થનો મારો કરી રહ્યા છે. જે તરલ પદાર્થ નાખવામાં આવી રહ્યો છે, એનાથી આગ ફેલાતી રોકી શકાય એમ છે.
200 લોકોને બચાવવા ઝુંબેશ
ફાયરબ્રિગ્રેડ આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. કેલિફોર્નિયાના સિએરા નેશનલ પાર્કમાં ફસાયેલા 200 લોકોને બચાવવા માટે હવાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.અહીં એક જળાશય છે, પર્યટકોની વચ્ચે ઘણું લોકપ્રિય છે.
આગ રાજ્યમાં બે ડઝનથી વધુ જગ્યાએ
નોર્થ કોમ્પ્લેકસની આગ રાજ્યમાં બે ડઝનથી વધુ જગ્યાએ ફેલાઈ ચૂકી છે. કોલોરાડો અને મોંટાનામાં તેજ હવા અને એક વિસ્ફોટને કારણે જંગલમાં આગને ફેલાવવામાં મદદ મળી હતી. 3600થી વધુ ઇમારતો અને અન્ય ચીજોને નુકસાન થયું છે.
બેકાબૂ આગને કારણે કેલિફોર્નિયામાં વીજકાપ પણ થઈ રહ્યો છે. રાજ્યના દક્ષિણ ક્ષેત્રના 70,000 લોકોનાં ઘરોમાં વીજ સપ્લાય ઠપ થયો છે. પાવર પ્લાન્ટ આગની ચપેટમાં આવતાં રાજ્યમાં બ્લેકઆઉટ થઈ ગયો છે.