બ્રાઝીલ- દક્ષિણ પૂર્વ બ્રાઝીલમાં એક ખાણ પાસે બાંધેલો ડેમ ધસી પડ્યો હતો. જેને લઈને પ્રાથમિક માહિતી મુજબ 7 વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. તેમ જ લગભગ 200 જેટલા લોકો લાપતા થયાં હતાં.
અગ્રણી સમાચાર સંસ્થાના હવાલે મળતી ખબર મુજબ દુર્ઘટનામાં મિનાસ ગેરાસ રાજ્યના બ્રરમાડિન્હો વિસ્તારની આસપાસના રહેવાસી ઇલાકા કાદવ નીચે દબાઈ ગયાં તેમ જ મકાનો અને વાહનો ગરકાવ થઈ ગયાં હતાં.
બ્રાઝિલની સૌથી મોટી ખનન કંપની વેલની માલિકીવાળા આ બંધના તૂટવાના કારણની જાણકારી હાલ બહાર આવી નથી. લાપતા થયેલાં લોકોમાં મોટાભાદના કામદારો છે કે જેઓ કેફેટેરિયામાં બપોરનું ભોજન લઈ રહ્યાં હતાં.. તે કાદવમાં દરકાવ થઈ ગઈ હતી. ખાણના માલિકો દ્વારા જોકે પીડિત પરિવારોની માફી માગવા સાથે તેમને તમામ મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.