પાકિસ્તાનમાં ભીષણ ટ્રેન-અકસ્માતમાં 36નાં મોત, 50 ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં બે ટ્રેનો ટકરાઈ હતી. સિંધ પ્રાંતના ઘોટ જિલ્લામાં ટ્રેન અકસ્માતમાં 36 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સિંધ પ્રાંતના ઘોટ જિલ્લામાં રેતી અને દહારકી સ્ટેશનો વચ્ચે હતી, જ્યાં મિલ્લત એક્સપ્રેસ પાટા પરથી ખડી પડ્યા પછી સૈયદ એક્સપ્રેસથી અથડાઈ હતી. આ માહિતી મળતાં ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્ય જારી છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આશરે 13 અને 14 ટ્રેનોના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ટ્રેનોમાં ફસાયેલા યાત્રીઓ માટે રેસ્ક્યુ ઓપરેશન જારી છે.

આ દુર્ઘટના 3.45 કલાકે થઈ હતી. આ દુર્ઘટના થયા પછી ચાર કલાક વીતી જવા છતાં અધિકારીઓ ઘટનાસ્થળે નહોતા પહોંચ્યા હતા અને ના તો હેવી મશીનરી અત્યાર સુધી અહીં પહોંચાડવામાં આવી. હજી પણ યાત્રીઓ ફસાઈ ગયા છે. અનેક  યાત્રીઓને ટ્રેનને મકાપીને કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલીમાં લઈ જવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના પછી બંને ટ્રેકને બંધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા. આ પહેલાં ઓક્ટોબર, 2019માં કરાચી સ્થિત રાવલપિંડી જતી ટ્રેનમાં આગ લાગવાથી આશરે 75 લોકોનાં મોત થયાં હતા.