સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં વર્ષ ૨૦૨૮-૨૯ના કાર્યકાળ માટે અસ્થાયી બેઠક મેળવવાના ભારતના પ્રયાસો અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને દરિયાઈ સુરક્ષાને મુખ્ય પ્રાથમિકતા તરીકે રાખવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ UNSCની ઉચ્ચસ્તરીય ખુલ્લી ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે તકનીકી વિકાસ માનવ સુરક્ષાને મજબૂત કરવા માટે હોવો જોઈએ, નહીં કે તેને નબળી પાડવા માટે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક વેપાર અને દરિયાઈ માર્ગોની સુરક્ષા આંતરરાષ્ટ્રીય શાંતિ માટે અત્યંત આવશ્યક છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોનોમસ સિસ્ટમ્સ અને સેટેલાઇટ આધારિત સર્વેલન્સ જેવા ઉભરતા ટેકનોલોજી સેક્ટર્સ દરિયાઈ સુરક્ષાને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે, પરંતુ તેના દુરુપયોગ સામે યોગ્ય સુરક્ષા અને માનવીય દેખરેખ (human oversight) પણ જરૂરી છે. ભારતે ‘સાગર’ (SAGAR – Security and Growth for All in the Region) વિઝનને ધ્યાનમાં રાખીને વિકાસશીલ દેશો માટે ટેકનોલોજીની સુલભતા અને સાયબર સુરક્ષા સામે રક્ષણ મેળવવા પર ભાર મૂક્યો છે. આગામી જૂન મહિનામાં આ બેઠક માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં ભારત એશિયા-પેસિફિક જૂથની બેઠક માટે દાવો કરી રહ્યું છે.




