ગુવાહાટી : ભારત અને મ્યાનમાર વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાના હેતુથી ૩જી ‘ઇન્ડિયા-મ્યાનમાર ડિફેન્સ કોઓપરેશન’ બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને મ્યાનમારના ચીફ ઓફ આર્મ્ડ ફોર્સીસ ટ્રેનિંગ લેફ્ટનન્ટ જનરલ પ્યા સોને લિને કરી હતી.
આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ટ્રેનિંગ, કૅપેસિટી બિલ્ડિંગ અને ક્ષમતા વધારવા માટેના વિવિધ પહેલો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંગાળની ખાડીમાં ‘મહાસાગર’ (MAHASAGAR) વિઝન અંતર્ગત દરિયાઈ સુરક્ષા અને આસપાસના સીમાવર્તી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મ્યાનમારના પ્રતિનિધિઓએ તાજેતરમાં કુદરતી આપત્તિ બાદ ભારત દ્વારા ‘ઓપરેશન બ્રહ્મા’ (Operation Brahma) હેઠળ તાત્કાલિક મોકલવામાં આવેલી માનવતાવાદી સહાય અને મદદ બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકથી ભારત અને મ્યાનમાર વચ્ચેના વ્યાૂહાત્મક અને લશ્કરી સંબંધો વધુ મજબૂત બનશે.




