ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ડગ બ્રેસવેલને ઈજાગ્રસ્ત મેટ હેનરીના સ્થાને ભારત અને પાકિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભારતના પ્રવાસ માટે ટિમ સાઉથીની જગ્યાએ જેકબ ડફીનો પણ સમાવેશ કર્યો છે. કરાચીમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે હેનરીના પેટના સ્નાયુઓ તણાઈ ગયા હતા. તેમને તેમાંથી સાજા થવામાં બેથી ચાર અઠવાડિયા લાગશે.
Pace-bowling @CentralStags all-rounder Doug Bracewell has been called up to replace the injured Matt Henry in the BLACKCAPS ODI squads for Pakistan and India. #PAKvNZ #INDvNZ https://t.co/u9NBL3pLRe
— BLACKCAPS (@BLACKCAPS) January 8, 2023
ન્યૂઝીલેન્ડ માટે 68 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા બ્રાસવેલે એપ્રિલમાં નેધરલેન્ડ સામે છેલ્લી વનડે શ્રેણી રમી હતી. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે બુધવારે પાકિસ્તાન પહોંચશે. ભારતના પ્રવાસ માટે ટીમ સાઉથીની જગ્યાએ ફાસ્ટ બોલર જેકબ ડફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ 13 જાન્યુઆરીના રોજ છ સફેદ બોલ મેચ માટે ભારત પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડ ટીમનો ભારતીય પ્રવાસ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં પ્રથમ વનડેથી શરૂ થશે. આ પછી મેચ રાયપુર અને ઈન્દોરમાં યોજાવાની છે.
ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે એનઝેડસીની એક રીલીઝમાં જણાવ્યું હતું કે, “ડગ ઘણો અનુભવ ધરાવતો ગુણવત્તાવાળો બોલર છે અને અમને લાગે છે કે તેની કુશળતા પાકિસ્તાન અને ભારત માટે પહેલાથી જ પસંદ કરાયેલી બોલિંગ લાઇન-અપને પૂરક બનાવશે.” તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણેય ફોર્મેટનો અનુભવ છે.ઉપખંડમાં અનુભવ છે. આ સિઝનમાં પહેલાથી જ પોતાનું કૌશલ્ય દર્શાવી ચૂક્યા છે. મેટ હેનરી પર બોલતા, સ્ટેડે કહ્યું, “મેટ ઘણા વર્ષોથી અમારા ODI હુમલાનો લીડર છે અને હું જાણું છું કે તે ઈજાને કારણે બહાર થવાથી નિરાશ છે. ઘરઆંગણે મહત્વની સિરીઝ આવી રહી હોવાથી તેના માટે આગામી અઠવાડિયામાં સ્વસ્થ થવા માટે સમય મળવો મહત્વપૂર્ણ છે.
ટ્રેન્ટ બોલ્ટ ટીમમાંથી ગાયબ
તમને જણાવી દઈએ કે સ્ટેડ એ વાત પર સહમત છે કે ટ્રેન્ટ બોલ્ટ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ નહીં હોય. બોલ્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ઠુકરાવી દીધો હતો, પરંતુ તે ટી20 વર્લ્ડ કપમાં ટીમ માટે રમ્યો હતો. તે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ બાદથી ન્યૂઝીલેન્ડ માટે રમ્યો નથી, પરંતુ BBLમાં મેલબોર્ન સ્ટાર્સ ફ્રેન્ચાઇઝી માટે T20 ક્રિકેટમાં સક્રિય છે. બોલ્ટ હવે પ્રારંભિક ILT20 લીગ માટે MI અમીરાત સાથે જોડાવા માટે BBA પણ છોડી દેશે. આ ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં 13 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ચાલશે.
ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની વનડે ટીમ:
ટોમ લેથમ (કેપ્ટન), ફિન એલન, ડગ બ્રેસવેલ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, જોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, ઈશ સોઢી, બ્લેર ટિકનર.