ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચોની શ્રેણી રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. જો કે આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમ સિવાય આ શ્રેણીની મેચ તિરુવનંતપુરમ, ગુવાહાટી, નાગપુર અને હૈદરાબાદમાં રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીની મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે.

 

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર

ભારત સામેની ટી20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.