ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કાંગારૂઓએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. મિચેલ માર્શે 84 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ડેવિડ વોર્નરે 56 રન, સ્ટીવ સ્મિથે 74 રન અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ આ માટે તેણે 10 ઓવરમાં 81 રન આપ્યા હતા. ભારતે ત્રણ મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીતીને સિરીઝ પર કબ્જો કરી લીધો છે.
Innings break!
Australia post 352/7 in the first innings!
Over to our batters 💪
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6
— BCCI (@BCCI) September 27, 2023
કુલદીપ યાદવે 6 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. સિરાજે 9 ઓવરમાં 68 રન આપીને એક વિકેટ લીધી હતી.