મહાકુંભમાં ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ ‘Pumpkin’ બની આકર્ષણ

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પ્રથમ ડબલ-ડેકર બસ રેસ્ટોરન્ટ ‘પમ્પકિન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સેક્ટર-૨માં મીડિયા સેન્ટર પાસે આવેલી આ રેસ્ટોરન્ટમાં કોઈ પણ વ્યક્તિ શુદ્ધ શાકાહારી ભોજનનો આનંદ માણી શકે છે. મેનુમાં નાસ્તો, લંચ, ડિનર, ચાઇનીઝ, સૂપ વગેરે 45 પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર 25 થી 30 લોકો માટે બેસવાની વ્યવસ્થા છે.અહીંના ખાદ્ય પદાર્થોના દર પણ ઓછાં રાખવામાં આવ્યા છે. ખાસ તહેવારો પર ઉપવાસ દરમિયાન ફરાળી ભોજન પણ મળી રહેશે. બસની અંદર અને બહાર લગાવવામાં આવેલા LED સ્ક્રીન પર મહાકુંભ સંબંધિત ફિલ્મો બતાવવામાં આવી રહી છે.રેસ્ટોરન્ટના માલિકએ કહ્યું કે તેમને ખાવાનો અને મુસાફરીનો શોખ છે. એટલા માટે તેમણે આવી ફૂડ બસનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમણે કહ્યું- અમે મહાકુંભ મેળામાં ‘Pumpkin’ બ્રાન્ડ લોન્ચ કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં અમે કાશી, મથુરા અને અયોધ્યા જેવા ધાર્મિક સ્થળોએ પણ આવા રેસ્ટોરન્ટ ખોલીશું.