ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સામાચાર સામે આવ્યા છે. PSI તથા લોકરક્ષક ભરતી માટે હેલ્પલાઈન શરૂ કરવામા આવ્યો છે. પોલીસ ભરતી માટે ત્રણ હેલ્પ લાઈન નંબરો જાહેર કરાવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી અંગે હસમુખ પટેલે ટ્વિટ કરી પોલીસ ભરતી માટે અપડેટ આપી છે. ઉમેદવારો માટે ત્રણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 8160880331 અને 8160853877 હેલ્પલાઈન નંબર તેમજ 8160809253 હેલ્પલાઈન નંબર પર પણ માહિતી મેળવી શકાશે. આ હેલ્પલાઇન નંબર જાહેર રજાના દિવસો સિવાય કલાક 11.00 થી 05.30 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૪ સવાર કલાકઃ ૧૧.૦૦ વાગ્યાથી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવનાર છે, મોબાઇલ નંબરો નીચે મુજબ છે. હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય કલાક ૧૧.૦૦ થી ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
(1)81608 80331
(2)81608 53877
(3)81608 09253— Hasmukh Patel (@Hasmukhpatelips) April 6, 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
મહત્વનું છે કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલનાં પદ પર બંપર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જેમાં 4 એપ્રિલથી ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ત્યારે હસમુખ પટેલએ છેલ્લા દિવસ સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ઝડપથી અરજી કરી લે તેવી સલાહ આપી છે.
છેલ્લા 12 કલાકમાં 10,000 જેટલી અરજી કન્ફર્મ થઈ. ઉમેદવારો સમયસર અરજી નહીં કરે તો છેલ્લે ઘણા ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી જશે.
આ વખતે વધારામાં 12મા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની હોવાથી છેલ્લી ઘડીએ અરજી કરનારા ઉમેદવારોની અરજી અપલોડ નહીં થાય.— Hasmukh Patel (@Hasmukhpatelips) April 7, 2024
અત્યાર સુધી આટલી અરજીઓ થઈ
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી કુલ 94000 અરજીઓ મળી તેમાંથી 71,000 અરજીઓ કન્ફર્મ થઈ. આમ એક દિવસની સરેરાશ 35,000 અરજીઓ થઈ હતી તેમજ છેલ્લા 12 કલાકમાં 10,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે.