ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ શરુ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે.

રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે.

ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગુજરાતમાં ચાર વખત ધારાસભ્ય રહ્યા છે.

ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શપથગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. ખડગે શપથ ગ્રહણમાં હાજરી આપશે કે કેમ તે અંગેનો નિર્ણય ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. ભારતના પડોશી દેશોના નેતાઓ વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભુતાનના વડાપ્રધાન Tshering Tobgay સમારંભમાં આમંત્રિત કર્યા છે.