મુંબઈ: હંસલ મહેતાની પ્રતીક ગાંધી સ્ટારર ‘ગાંધી’ સીરિઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન હંસલ મહેતાએ એક જાહેરાત કરી છે, જે સાંભળીને દર્શકોનો ઉત્સાહ બેગણો થઈ જશે. ‘ગાંધી’ સીરિઝમાં એન્ટ્રી થઈ રહી છે હોલીવૂડના નામી કલાકારોની. હા, પ્રતીક ગાંધીની સીરિઝમાં હેરી પોટર ફેમ ટોમ ફેલ્ટન જોવા મળશે. આ સાથે જ લિબી મે, મોલી રાઈટ, રાલ્ફ અડેની, જેમ્સ મુરે, લિન્ડન એલેક્ઝાન્ડર, જોનો ડેવિસ, સિમોન લેનન સહિતના સ્ટાર્સ પણ કામ કરશે. પ્રતીક ગાંધી ગાંધીજીના પાત્રમાં તો કસ્તુરબાના પાત્રમાં તેમની પત્ની ભામિની ઓઝા જોવા મળશે.
(તસવીર: હંસલ મહેતા ઈન્સ્ટાગ્રામ)
હંસલ મહેતાઓ કહ્યું આવું
એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટની મોસ્ટ અવેઈટેડ સીરિઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેનું શૂટિંગ ઘણા રસપ્રદ સ્થળોએ થઈ રહ્યું છે, જે એક પાવરફુલ પીરિયડ ડ્રામા હશે. આજે નિર્માતાઓએ જાણીતા આંતરરાષ્ટ્રીય કલાકારોના નામ જાહેર કર્યા છે જેઓ આ સીરિઝને વધુ સફળ બનાવવા માટે જોડાશે.આ સિરીઝમાં ટોમ ફેલ્ટન જોવા મળશે જે પ્રખ્યાત પ્રોજેક્ટ ‘હેરી પોટર’માં જોવા મળ્યો હતો. ફેલ્ટનની સાથે આ સિરીઝમાં પ્રતિક ગાંધી લીડ રોલમાં છે. ભામિની ઓજા કસ્તુરબા ગાંધીની ભૂમિકા ભજવશે.
View this post on Instagram
દિગ્દર્શક હંસલ મહેતાએ કહ્યું, ‘અસાધારણ પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવું એ એક વિશેષાધિકાર છે. સીરિઝમાં પ્રતિભાશાળી ઈન્ટરનેશનલ કલાકારોનું સામેલ થવું વધુ રોમાંચક છે કારણ કે અમે આ શ્રેણીને વિશ્વભરના પ્રેક્ષકો સુધી ખૂબ જ પ્રેમ અને મહેનત સાથે લઈ જવા માટે આતુર છીએ. મોહનદાસ કરમચંદ ગાંધીની વાર્તા,ખાસ કરીને લંડન અને દક્ષિણ આફ્રિકામાં વિતાવેલા તેમના વધુ રચનાત્મક વર્ષો, એક એવા યુવાનની અસ્પૃશ્ય પરંતુ શક્તિશાળી વાર્તા જે સ્વ-શોધની સફર પર નીકળે છે, તે જાણતા નથી કે તેની શું અસર થાય છે. શું તે ઇતિહાસ અને આપણી સામૂહિક ચેતના પર હશે? આ વાર્તાને જીવંત કરવાની તક મળી તે માટે હું ખરેખર ગૌરવ અનુભવું છું.’
ટોમ ફેલ્ટન શું કહે છે?
એક અહેવાલ અનુસાર ટોમ ફેલ્ટન જણાવે છે કે ‘લંડનમાં ગાંધીજીના શરૂઆતના વર્ષોની વાર્તા કહેવાની યાત્રાનો ભાગ બનવા માટે હું ઉત્સાહિત છું. આ ઈતિહાસનું એક મહત્વનું પાસું છે જે પહેલા પડદા પર કહેવામાં આવ્યું નથી અને હંસલ મહેતા અને પ્રતીક સાથે કામ કરવું સન્માન અને આનંદની વાત છે.
સીરિઝની વાર્તા ખાસ હશે
અહીં નોંધનીય છે કે પહેલીવાર હોલીવુડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ વેબ સીરીઝમાં જોવા મળશે. આટલું જ નહીં વેબ સિરીઝમાં બોલિવૂડ સ્ટાર્સનું દમદાર કામ પણ જોવા મળશે. આ વેબ સિરીઝ તમને આઝાદી પહેલાની સફર પર લઈ જશે. આ વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીના શરૂઆતના વર્ષોની વાર્તા પણ જોવા મળશે. તમને યાદ અપાવી દઈએ કે હંસલ મહેતા અને પ્રતીક ગાંધી આ પહેલા ‘સ્કેમ 1992’ કરી ચૂક્યા છે.