હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે હરિયાણા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યા બાદ મનોહર લાલ ખટ્ટરે પોતાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન પૂર્વ સીએમ ખટ્ટરે કહ્યું કે મારી જે પણ નવી જવાબદારી હશે તે નક્કી કરવામાં આવશે. તે વધુ સરળતાથી પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે હવે નાયબ સૈની કરનાલના લોકોની સેવા કરશે. ખટ્ટરે કહ્યું કે ભાજપનું સંસદીય બોર્ડ નક્કી કરશે કે કરનાલથી લોકસભાની ચૂંટણી લડવી કે નહીં.
VIDEO | Here’s what former Haryana CM Manohar Lal Khattar (@mlkhattar) said while delivering his resignation speech as an MLA in the state assembly.
“The people of Karnal elected me to the (state) assembly not once but twice. I did my work as an MLA there. I want to declare… pic.twitter.com/kJdvX3WHMP
— Press Trust of India (@PTI_News) March 13, 2024
બીજી તરફ અનિલ વિજે ગૃહની બહાર કહ્યું કે પૂર્વ સીએમ લાલ ખટ્ટરે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, મંગળવારે ચર્ચા દરમિયાન પૂર્વ સીએમ ખટ્ટરે કહ્યું હતું કે પાર્ટી દ્વારા તેમને કેટલીક અન્ય જવાબદારી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેમને લોકસભા ચૂંટણી લડવાની જવાબદારી આપવામાં આવી શકે છે. સાડા 9 વર્ષના કાર્યકાળમાં ઘણી બધી નવી બાબતો કરવામાં આવી છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે લોકસભાની 10માંથી 10 બેઠકો અમે જીતીશું.
VIDEO | Here’s what BJP leader Kanwar Pal Gujjar said on former Haryana CM Manohar Lal Khattar’s resignation as MLA.
“Our former CM, Manohar Lal Khattar, has worked all his life for the party (BJP) and he is an expert. I think whatever decision has been made today is in… pic.twitter.com/nSRRGnlL4l
— Press Trust of India (@PTI_News) March 13, 2024
ઉલ્લેખનીય છે કે મનોહર લાલ ખટ્ટર બે વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભાજપે તેમને હરિયાણાના સીએમ બનાવ્યા હતા. આ પછી તેઓ કરનાલથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 2019માં પણ તેમણે કરનાલથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. ત્યારબાદ ફરી હરિયાણાના સીએમ બન્યા. ખટ્ટર મૂળ હરિયાણાના રોહતકના છે. ભાગલા બાદ તેમનો પરિવાર પાકિસ્તાનથી અહીં આવીને સ્થાયી થયો હતો.