તવી રિવરફ્ન્ટ વિકસાવવા J&K ડેલિગેશનની SRDPની મુલાકાત

અમદાવાદઃ જમ્મુ અને કશ્મીર સરકારના વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે ગઈ કાલે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં LG નીતીશ્વરકુમાર અને જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી અને જમ્મુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સુષમા ચૌહાણ અને અન્ય અધિકારીઓ સામેલ છે. તેમને ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા સાબરમતી રિવરફ્ન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી.

જમ્મુમાં તવી રિવરફ્રન્ટ વિશેની ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખતાં આ મુલાકાત મહત્ત્વની છે. તવી નદીમાં સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ-SRFD પ્રોજેક્ટને ધોરણે રિવરફ્રન્ટ વિકસાવાશે. એ જમ્મુ શહેરની સ્માર્ટ સિટી વિકાસ યોજનાનો હિસ્સો હશે.

જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સાથે લોકોને હરિયાળું, મનોરંજક સમુદ્રી પર્યાવરણ માટે સમજૂતી કરાર (MoU) માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

એસઆરએફડી પ્રોજેક્ટના અધિકારીઓ તવી નદી પર રિવરફ્ન્ટના વિકાસ માટે અહેવાલ તૈયાર કરવા માટે પ્રતિનિધિમંડળની મદદ કરશે. આ પ્રતિનિધિ મંડળે એસઆરડીએફ પ્રોજેક્ટ જેવા કે પેડેસ્ટ્રિયન બ્રિજ, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનો સ્પોર્ટ્સ પાર્ક, અર્બન જંગલ-બાયોડાઇવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક અને સ્માર્ટ મલ્ટિ લેવલ પાર્કની મુલાકાત લીધી હતી.

સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ કેશવ વર્મા અને અન્ય સિનિયર અધિકારીઓએ પ્રતિનિધિ મંડળને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.