રામ મંદિર ભૂમિપૂજનનો અમદાવાદમાં પણ હરખઃ વિવિધ સંગઠનો જોડાયાં

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પૂજા કરી હતી ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના શિલાન્યાસના કાર્યક્રમની સાથે-સાથે સમગ્ર દેશ અને દુનિયાનાં વિવિઘ સંગઠનોએ પણ આજના દિવસને ઉત્સવની જેમ ઉજવણી કરી હતી.

 નાયબ મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં આરતી, પૂજા-અર્ચના કરાઈ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા વણીકર ભવનના વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં આરતી, પૂજા-અર્ચના અને કારસેવકોને યાદ કરી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આશ્રમ રોડ પર આવેલા ઉસ્માનપુરા વિસ્તારમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ રામલલ્લાની આરતી કરી હતી. ત્યારબાદ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]