વૈશ્વિક દર્શકગણ માટે ‘ઉત્કલ સંસ્કૃતિ’ દ્વારા ઓડિશા કળાનું પ્રદર્શન

અમદાવાદઃ ‘ઉત્કલ સંસ્કૃતિ’ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સીલન્સ નિર્મિત એક જોમવંતો કાર્યક્રમ છે જે જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ, યૂકેના સહયોગમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા દર્શકો માટે યોજવામાં આવ્યો હતો. ઓડિશા સોસાયટી ઓફ યૂકેનાં કલ્ચરલ સેક્રેટરી ડો. ભાગ્યશ્રી સિંહે 21 નવેમ્બરે ઓનલાઈન સત્રનો આરંભ કરાવ્યો હતો.

જાણીતા લેખક અને નેહરુ સેન્ટર (ICCR, લંડન)ના ડાયરેક્ટર અમિષ ત્રિપાઠીએ આ કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું હતું. ડો. સહદેવ સ્વૈને સંસ્કૃતિ સેન્ટરની જાણકારી આપી હતી. શિલ્પી ગુરુ ‘પદ્મવિભૂષણ’ ડો. રઘુનાથ મોહાપાત્રએ પત્તચિત્ર કળા વિશે જાણકારી આપી હતી.

ભવનના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરવા બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. યુવા નૃત્યરત્ન એવોર્ડવિજેતા નતાલી રાઉતે ઓડિશી નૃત્ય પેશ કર્યું હતું. ઓડિશા રાજ્યના વણકરોની હસ્તકારીગરી પણ રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત જુદા જુદા કલાકારોએ પરંપરાગત ઓડિશા નૃત્યકળા દ્વારા પરફોર્મ કર્યું હતું. ડો. જયશ્રી નંદાએ ઓડિશાની વાનગીઓ, મહાપ્રસાદ અને છપ્પનભોગ વિશે જાણકારી આપી હતી.