અમદાવાદઃ કોરોના વાયરસના કારણે આખું વિશ્વ અત્યારે ઠપ્પ છે. ભારતમાં કોરોના વાયરસે પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અત્યારે 43 પહોંચી ગયો છે જે પૈકી કુલ 3 લોકોના મોત થયા છે.
-
અમદાવાદમાં 15 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, ભાવનગરમાં 1 કેસ, અને કચ્છમાં 1 કેસ મળી રાજ્યમાં કુલ 43 કેસો નોંધાયા છે.
-
ક્વોરન્ટાઈન કરવામાં આવેલા લોકો પોતાની ઓળખ છુપાવે નહી તે માટે આવા વ્યક્તિઓના ડાબા હાથ પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ સ્ટેમ્પ માટે ઈલેક્શન કમિશન દ્વારા ઈન્ડેલીબલ ઈંક વાપરવાની પણ મંજૂરી મળી ગઈ છે.
-
પોઝિટિવ જણાયેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.
-
તાજેતરના આંકડાઓ અનુસાર, અત્યારે રાજ્યમાં કુલ 20,304 જેટલા લોકો 14 દિવસના ક્વોરન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ પૈકી 613 લોકો સરકારી ફેસિલીટીમાં અને 19,567 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઈન તેમજ 124 વ્યક્તો પ્રાઈવેટ ફેસેલીટીમાં કોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે.
-
ક્વોરન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા 147 વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાઈ.
-
કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખતા વિકટ સ્થિતિમાં જરુરી દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરુરી વસ્તુઓ અને સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપ્લબ્ધ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવી.
-
રાજ્યમાં માનવબળ સંસાધનની ઉણપ ન સર્જાય માટે નિવૃત્ત થયેલા અધિકારી અને કર્મચારીઓની સેવા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.