ડીપીએસ સ્કૂલમાં ‘ઉદગારોત્સવ’ ઊજવાયો

અમદાવાદઃ ડીપીએસ બોપલમાં કલાત્મક અને સર્જનાત્મક અભિવ્યક્તિના વિવિધ પાસાંઓમાં લીન પ્રતિભાઓ, સર્જકો અને વાક્છટા ધરાવનારાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કેમ્પસમાં સુવિખ્યાત ઇન્ટરસ્કૂલ ઇવેન્ટ ‘સૃજન’નું આયોજન થાય છે. આ વર્ષે સ્થાપનાનાં 25 વર્ષની ઉજવણી અંગર્ગત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે સમયાંતરે વિવિધ પ્રકારની આંતર-શાળાકીય સ્પર્ધાઓના સ્વરૂપમાં સમગ્ર વર્ષ દરમિયાન ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્કૂલના ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ બચાવો, યોગનું મહત્ત્વ, સ્વચ્છતા ઝુંબેશમાં શિક્ષણનું મહત્ત્વ, આરોગ્યપ્રદ આહાર વગેરે જેવા પેટા-વિષયોની સાથે ‘સ્વસ્થ ભારત એક નયે આયામ’ પર પોતાના વિચારો અને આઇડિયા રજૂ કરી શકે એ માટે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા શનિવારે આ જ આયોજન હેઠળ એક ઓનલાઇન હિંદી શીર્ઘ સ્પર્ધા ‘ઉદગારોત્સવ’ – આશુ ભાષા પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવી હતી.

આચાર્ય  સુરેન્દર પાલ સચદેવાના વક્તવ્યની સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શહેરની 11 પ્રતિષ્ઠિત શાળામાંથી અતિઉત્સાહી સહભાગીઓએ તેમાં ભાગ લીધો હતો. આ સ્વ-પ્રેરિત અને ઉત્સાહી વક્તાઓએ તેમનાં વક્તવ્યો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. પ્રધાનાચાર્ય સબિના સાહની દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.

વિજેતાઓની યાદીઃ (1) શ્રીધા પંડ્યા – મહારાજા અગ્રસેન વિદ્યાલય, (2) રાહી પટેલ – કેલોરેક્સ પબ્લિક સ્કૂલ ઘાટલોડિયા (3) જૈની શ્રેયાંશ શાહ – એપલ ગ્લોબલ સ્કૂલ