અમદાવાદ : રોટરી કલબ ઓફ અમદાવાદ નોર્થના સભ્યો દ્વારા 1 જુલાઈથી વૃક્ષારોપણની ઝુંબેશ શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ એક લાખ વૃક્ષો રોપવામાં આવશે.
કલબના પ્રેસીડેન્ટ પરાગ બ્રહ્મભટ્ટ અને સેક્રેટરી આજલ પટેલની આગેવાની હેઠળ સભ્યોએ સાથે મળીને કડી નજીક અગોલ ગામ ખાતે સૂર્યમ રિપોઝમાં 100 વૃક્ષારોપણની કામગીરી કરી હતી.
રોટરી ડિસ્ટ્રીક્ટ 3054ના આસિસ્ટન્ટ ગવર્નર અનિલ સિંઘ જણાવે છે કે, રોટરી સંગઠનોએ પર્યાવરણ માટે સહયોગ આપવાના નવા ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. અમારો ઉદ્દેશ એક લાખ વૃક્ષો રોપવાનો છે. અત્યાર સુધીમાં આ ઝુંબેશને ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. અમે ડિસ્ટ્રીક્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે અન્ય રોટરી કલબો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
