ગાંધીનગર-ગુજરાતમાં ગત વર્ષે પડેલાં ઓછા વરસાદે જળસંકટની જે સ્થિતિ ઊભી કરી હતી તેની ભયાવહ કલ્પના પણ ઘ્રુજાવી દેનારી હતી. ત્યારે આ વર્ષે મેઘરાજાઓ સાચે જ મહેર કરતાં ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ સારી સ્થિતિમાં આવી ગયો છે. સરકાર તેમ જ ખેડૂતોને ખૂબ જ હરખ કરાવનાર સમાચાર છે કે રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૩.૫૪ ટકા વરસાદ નોંધાઈ ગયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર આજે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૧૯ના સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં છોટાઉદેપુર, પંચમહાલ અને મહેસાણા જિલ્લાના છ તાલુકાઓમાં ચાર ઇંચ થી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
છોટાઉદેપુર તાલુકામાં ૧૮૨ મી.મી. એટલે કે સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જેતપુર-પાવી તાલુકામાં ૧૬૨ મી.મી., કવાંટમાં ૧૫૯ મી.મી., વિજાપુરમાં ૧૧૫ મી.મી. અને મહેસાણામાં ૧૦૬ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તે ઉપરાંત રાજ્યના ૨૬ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં માણસા તાલુકામાં ૯૮
મી.મી., તલોદમાં ૯૬ મી.મી., આણંદમાં ૯૩ મી.મી., જાંબુઘોડા અને ખાનપુરમાં ૮૦ મી.મી., હિંમતનગર એ લુણાાવાડામાં ૭૯ મી.મી., સંખેડામાં ૭૬ મી.મી., સુઇગામમાં ૭૩ મી.મી., ભાવનગરના મહુવામાં ૭૦ મી.મી., વડોદરામાં ૬૬ મી.મી., પ્રાંતિજ, મહુધા અને રાધનપુરમાં ૬૦ મી.મી., ધનસુરા, વસો અને શહેરામાં ૫૮ મી.મી., મેઘરજમાં ૫૭ મી.મી., બોરસદમાં ૫૬ મી.મી., નસવાડી અને ગોધરામાં ૫૪ મી.મી., નડીયાદમાં ૫૩ મી.મી., ઉંઝામાં ૫૧મી.મી., જોટાણા અને વિજયનગરમાં ૫૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
રાજ્યના ૪૩ તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે જેમાં કાલોલ, માલપુર, ઠાસરા, કરજણ, કડી, આંકલાવ, બોડેલી, તીલકવાડા, દોલવણ, ગીર ગઢડા, સિનોર, બાયડ, ગાંધીનગર, સાવલી, વાઘોડિયા, ઉના, મહેમદાવાદ, ડભોઇ, વડનગર, મોડાસા, ઉમરેઠ, મોરવા હડફ, વીરપુર, ગરૂડેશ્વર, ગણદેવી, પાટણ, સાંતલપુર, સુત્રાપાડા, બેચરાજી, ઘોઘંબા, સુરત શહેર, અમીરગઢ, સતલાસણા, પેટલાદ, માતર, ગળતેશ્વર, સોજીત્રા, જલાલપોર, કેશોદ, પાદરા, કલોલ, વેરાવળ, વાગરા અને કાંકરેજ તાલુકાઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
૨૮ ઓગસ્ટની સ્થિતિએ કચ્છ ઝોનમાં ૧૦૩.૦૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ૭૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૩.૧૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૦.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૦૨ ટકા સરેરાશ વરસાદ વરસી ચૂકયો છે. રાજ્યમાં સરેરાશ ૯૩.૫૪ ટકા વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
સવારથી ૯૦ તાલુકાઓમાં વરસાદ ચાલુ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર આજે સવારે ૬.૦૦ કલાક થી બપોરના ૧૨.૦૦ કલાક સુધીમાં ૯૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં અગિયાર તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સવારથી હારીજમાં સૌથી વધુ ૫૩ મી.મી. અને શહેરામાં ૫૧ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત બેચરાજી, સમી, ચોર્યાસી, ચાણસ્મા, જામનગર, ગણદેવી, ઉમરપાડા, કડી અને માંગરોળ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ૭૯ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજ્યમાં આ છે જળાશયોમાં પાણીના આંકડા…
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે,
તા. ૨૮ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૩૨ જળાશયો છલકાયા છે. ૫૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૪.૮૪ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૫,૨૧,૬૨૯, કડાણામાં ૧,૪૭,૦૦૫, ઉકાઇમાં ૧,૧૨,૯૫૪, વણાકબોરીમાં ૧,૦૦,૪૪૮, પાનમમાં ૨૨,૪૪૧, વાત્રકમાં ૬,૪૨૦ અને દમણગંગામાં ૫,૪૩૯ ક્યુસેકનો સમાવેશ થાય છે.ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩.૯૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૧.૩૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૨.૫૫ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૫૦ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૨.૬૩ ટકા એટલે ૪,૦૪,૩૨૪.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.