અમદાવાદઃ HL કોલેજ એલુમની એસોસિયેશન (HLCC) દ્વારા HL કોલેજ ઓફ કોમર્સમાં આયોજિત ધ HL સોકર લીગ (HSL)નું ભવ્ય અને ચિયરફૂલ વાતાવરણ વચ્ચે 20 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. પ્રથમ ફાઈવ-એ-સાઇડ HL સોકર લીગમાં અમદાવાદ અને અન્ય સ્થળોની 48 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 450થી વધુ ખેલાડીઓ સામેલ થયા હતા.
આ તમામ ટીમે ત્રણ દિવસની ટુર્નામેન્ટમાં 80થી વધુ મેચનો સામનો કર્યો હતો. આ સ્પર્ધા અંડર-15, અંડર-18, ગર્લ્સ અને ઓપન કેટેગરી માટે યોજવામાં આવી હતી. આ તમામ ટીમોએ ઉત્તમ ખેલ-ભાવનાથી આનંદપૂર્ણ વાતાવરણમાં સ્પર્ધામા ભાગ લીધો હતો. આ ઉપરાંત 18 ફેબ્રુઆરીએ મેઘધનુષ બેન્ડ ઈવનિંગ અને 19 ફેબ્રુઆરીએ બાલિન એન્ડ મિતનો કાર્યક્રમ તથા 20 ફેબ્રુઆરીએ તીર્થ ઠક્કરનો કાર્યક્રમ યોજાયા હતા.
આ લીગમાં રૂ. એક લાખથી વધુ રકમનાં રોકડ ઇનામો રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિજેતા અને રનર્સ-અપને ટ્રોફીઝ આપવામાં આવી હતી. આ ઉપરાંત વ્યક્તિગત એવોર્ડ્સ અને મેડલ્સ તથા રમતોમાં સામેલ થયેલા તમામ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.
તમામ ચાર કેટેગરીમાં ગોલ્ડન બુટ (સૌથી વધુ ગોલનો સ્કોર કરનાર), ગોલ્ડન ગ્લોવ (ઉત્તમ ગોલકીપર) અને ગોલ્ડન બોલ (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
તમામ કેટેગરીના વિજેતાઓ નીચે મુજબ રહ્યા હતાઃ-
U-15 ફ્લોરી એફસી 2:0થી વિજેતા બની (એસ.કે યુનાઇટેડ રનર-અપ)
U-18 રાઇઝિંગ સન એફસી 4:0થી વિજેતા બની (વાઇકિંગ્ઝ રનર-અપ બની)
ગર્લ્સ શાર્પ શૂટર્સ 2:0થી વિજેતા બની (પેટીપેકર્સ રનર-અપ બની)
ઓપન કેટેગરીમાં એઆરએ 5:4થી વિજેતા બની (મનીષ એફસી રનર-અપ બની)
રેગ્યુલર ટાઇમ 1:1 હતો અને પેનલિસ્ટોએ ફાઇનલ્સનો નિર્ણય કર્યો હતો.