હાઇકોર્ટે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને રાહત આપી

અમદાવાદઃ હાઇકોર્ટે એક જનહિત અરજી પર તત્કાળ સુનાવણીથી ઇનકાર કરી દીધો છે, જેમાં પોલીસને નિર્દેશ આપવાની માગ હતી કે સંત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમોમાં સાંપ્રદાયિક વૈમનસ્યને પ્રોત્સાહન આપતી કામગીરી ના થાય.

અરજીકર્તાના વકીલ કેઆર કોષ્ટિએ કોર્ટને જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજ્યનાં ચાર શહેરો- સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 26 મેથી સાત જૂનની વચ્ચે નિર્ધારિત છે. તેમણે અરજ કરી હતી કે પ્રસ્તાવિત કાર્યક્રમોમાં વક્તાઓને ભડકાઉ અને ડરાવતી ભાષાઓનો ઉપયોગથી રોકવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવે, જેથી નફરત ફેલાવવાવાળાં ભાષણો પર નિયંત્રણ લાગી શકે.

અરજીકર્તાના વકીલે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે તહસીન પૂનાવાલા મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશો લાગુ નહોતાં કર્યાં, જેમાં એમના માટે અટકાવવા ઉપાય નિર્ધારિત કરવામાં આવે. અરજીકર્તાએ કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પર રાજસ્થાનના ઉદેપુરમાં અભદ્ર ભાષાને મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને એ પ્રકારની માગ મધ્ય પ્રધેશ, મહારાષ્ટ્ર અને બિહારના તેમના કાર્યક્રમો પછી કરવામાં આવી હતી. આ સંબંધમાં હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

બાગેશ્વ ધામના પિઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવતી કાલથી ગુજરાતના પ્રવાસે છે. અને તેઓ રાજ્યનાં અલગ-અલગ શહેરમાં દિવ્ય દરબારનુ આયોજન કરવાના છે. આવતી કાલે શિવમહાપુરાણ કથામાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સુરત, અમદાવાદ અને રાજકોટમાં પણ દિવ્ય દરબાર યોજવાના છે. ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક રાઘવ ફાર્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સાધુ, સંતો અને લોકો ઉપસ્થિત રહેશે. જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.