પ્રો. બીએન સિંહે IITRAMમાં ડિરેક્ટર જનરલનો કાર્યાભાર સંભાળ્યો

અમદાવાદઃ સપ્ટેમ્બર, 2022માં પ્રો. શિવપ્રસાદનો કાર્યકાળ પૂરો થયાના આઠ મહિના પછી IITRAMને ફુલ ટાઇમ ડિરેક્ટર જનરલ મળ્યા છે.  આ સમયગાળામાં IIT ગાંધીનગરમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રો. અમિત પ્રશાંતે કાર્યવાહક ડિરેક્ટર જનરલનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે આ સમયગાળામાં  સંસ્થાના વિકાસ અને સફલતા માટે અસરકારક વ્યૂહરચના ને લાગુ કરવા અને સંસ્કૃતિને વદારવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

તેમની જગ્યાએ હવે પ્રો. ભૃગુનાથ સિંહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM)ના ડિરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ આ પહેલાં એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ અને IIT –ખડગપુરના ભૂતપૂર્વ ડીન (HR) હતા. તેમને 29થી વધુ વર્ષોનો અનુભવ છે. પ્રો. સિંહને એક શૈક્ષણિક સંસ્થાનો અને સંશોધનનો બહોળો અનુભવ છે. હાલમાં થોડા દિવસો પહેલાં ચિંતામણિ જોગલેકરે સંસ્થામાં રજિસ્ટ્રારના પદે નિયુક્ત થયા છે. તેમણે IIT બોમ્બેમાં વિવિધ વહીવટી પદો પર 20થી વધુ વર્ષોનો અનુભવ છે.