સરકાર ‘લવ જેહાદ’ પર લગામ તાણવા કાયદો લાવશે

અમદાવાદઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આગેવાની હેઠળની રાજ્ય સરકારે લગ્ન કરીને ફરજિયાત ધર્માંતરણ કરાવનારને વધુ કડક સજા કરવા માટે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ, 2003માં સુધારાની દરખાસ્ત કરી છે. નવા કાયદા હેઠળ ધર્માંતરણ કરાવનારને દંડની સાથે મહત્તમ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

રાજ્યમાં પ્રસ્તાવિત લવ જેહાદનો કાયદો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય કેટલાંક રાજ્યોને પગલે આવ્યો છે.રાજ્ય વિધાનસભામાં મંગળવારે સંશોધિત બિલ સારી જીવનશૈલી, દૈવી આશીર્વાદ અને ધર્માતંરણને પ્રતિબંધ કરવા અને સજા આપવા માટે મૂકવામાં આવ્યું હતું.

નવા લવ જેહાદ કાયદા મુજબ યુવક દ્વારા ફરજિયાત યુવતીને ધર્માંતરણ કરવા બદલ પાંચ વર્ષની જેલ અને રૂ. બે લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો સગીર યુવતીને ધર્માંતરણ કરવામાં આવશે તો આ સજા સાત વર્ષની અને રૂ. ત્રણ લાખના દંડની જોગવાઈ છે. વળી, જો અનુસૂચિત, અનુસૂચિત જનજાતિની યુવતીઓના ધર્માતરણ કરાવવા પર સાત વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમાં આ ખરડો રજૂ કરવામાં આવે એવી સંભાવના છે.

યુપી અને એમપીમાં કહેવાતા લવ જેહાદને રોકવા માટે કાયદો પસાર કર્યા પછી રાજ્યમાં પણ લગ્નને બહાને બળજબરીથી  મહિલાઓના ધર્માંતરણ કરાવતા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આ ખરડો લાવવામાં આવશે.

ધાર્મિક સ્વતંત્રતા (ધર્મિક સ્વતંત્રતા) ખરડો, 2021માં લવ જેહાદને અટકાવવા અને ધર્માતરણ થતું રોકવા માટે કેટલાક સુધારાઓ સાથે વિધાનસભાના બજેટ સત્રમાં એને રજૂ કરવામાં આવશે.